મહેસાણામાં કોંગ્રેસના પીએસસી જિલ્લા મેમ્બર પાર્થ રાવલે દારૂ પિધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે. અકસ્માત મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના આગળ બન્યો હતો. પાર્થ રાવલે નશો કરેલી હાલતમાં બલેનો કારથી સ્કોર્પિયો કારને અકસ્માત કર્યો હતો

અકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી કર્યો તમાશો
અહેવાલ મુજબ, પાર્થ રાવલે અકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી તમાશો કર્યો હતો જેથી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન પછી અકસ્માત
આ અકસ્માત ગઈ કાલે જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન અને ઉજવણીના પછી બન્યો હોવાનું જણાયું છે.
પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો
હાલ સુધીનું પ્રારંભિક તારણ એવું છે કે પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં અને સોશિયલ મીડિયામાં વિવાદ ઉઠ્યો છે.
મહેસાણા પોલીસે તપાસ શરુ કરી
મહેસાણા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો.

