મહેસાણાના ગિલોસણના સરપંચને હોદા પરથી દૂર કરાયા છે, ખોટા એકરારનામાને આધારે નાની ઉંમરમાં સરપંચ બન્યા હતા અને ગિલોસણના સરપંચ અફરોજબાનુને આખરે મહેસાણા ટીડીઓએ ગેરલાયક ઠેરવાયા છે, તો નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપસરપંચને ચાર્જ સોંપાયો છે અને અફરોજબાનુએ ચૂંટણીમાં 21 વર્ષની ઉંમરનું ખોટું એકરારનામું રજૂ કર્યું હતું અને છેલ્લી તપાસમાં તેમની ઉંમર 19 વર્ષની જ નીકળી હતી.

ખોટા એકરારનામને આધારે સરપંચ બન્યા હતા
મહેસાણાના ગિલોસણના સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા છે, ખોટા એકરાર નામને આધારે નાની ઉંમરમાં સરપંચ બની જતા ગામમાં હોહાપો મચી ગયો હતો, ડીડીઓએ આદેશ કર્યો છે કે તેમને તાત્કાલિક સરપંચ પરથી દૂર કરવામાં આવે અને નવી ચૂંટણી ના થાય ત્યાં સુધી ઉપસરપંચને સરપંચનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જૂન 2025માં ગિલોસણ ગામની સરપંચની ચૂંટણીમાં અફરોજબાનુ અબ્બાસમીયા પરમારે ફોર્મ ભર્યું હતું.
અફરોજબાનુની ઉંમર 21 વર્ષની નહીં, પરંતુ 19 વર્ષ
એકરારનામામાં 5 સપ્ટેમ્બર 2003ની જન્મ તારીખ બતાવીને ચૂંટણી લડી હોવાની વાત સામે આવી છે, તો રાજય સરકાર દ્વારા યોજાનાર અભિવાદન સમારોહમાં જિલ્લા પંચાયત દ્વારા તેમનું નામ મોકલવાનું હતુ અને પંચાયત દ્વારા તપાસ કરતા અફરોજબાનુની ઉંમર 21 વર્ષની નહીં, પરંતુ 19 વર્ષની હોવાની ખબર પડી હતી તો પ્રાંત અધિકારીએ આ બાબતે આદેશ કર્યો હતો અને ડીડીઓ આ મામલે તપાસ કરતા હતા જેમાં સામે આવ્યું કે, જન્મ તારીખ 5 સપ્ટેમ્બર 2003 બતાવી હતી જે ખોટી હતી.

