MEHSANA : વિસનગર રોડ પર આઇકોનિક રોડની કામગીરી સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ

0
67
meetarticle

મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી આઇકોનિક રોડની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી આઇકોનિક રોડની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે વેપારીઓ અને સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાની હાલાકી વર્ણવી હતી.

ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી

લોકોએ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રાધનપુર રોડ અને મોઢેરા રોડની જેમ આ રોડને પહોળો કરવાને બદલે 12 મીટરમાંથી ઘટાડીને માત્ર 7 મીટરનો કરી દેવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ છે.રોડની બાજુમાં ઊંચી દીવાલો ચણી દેવાતા વેપારીઓની દુકાનો ઢંકાઈ ગઈ છે.જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી અને વેપાર-ધંધા ભાંગી પડ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ વચ્ચેના ડિવાઈડરમાં અગાઉ જે કટ રાખવામાં આવ્યા હતા, તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here