MEHSANA : વિસનગર હોમગાર્ડના ઈન્ચાર્જ કમાન્ડિંગ બદલીની ફાઈલ આપવા 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0
29
meetarticle

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા સેવા સદન ખાતે કાર્યરત હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હરેશકુમાર મંગળદાસ રાઠોડને રૂ. ૨,૦૦૦ની લાંચ લેતા ગાંધીનગર એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બદલીના કાગળો આપવા જેવી સામાન્ય કામગીરી માટે લાંચની માંગણી કરતો આ અધિકારી હવે જેલના સળિયા ગણશે.


​સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ પોતાની બદલી વિસનગર હોમગાર્ડ યુનિટથી ઊંઝા યુનિટ ખાતે કરવા માટે અરજી કરી હતી. આ બદલી મંજૂર થઈ ગયા બાદ તેની ફાઈલના કાગળો સોંપવા માટે આરોપી હરેશકુમાર રાઠોડે ફરિયાદી પાસે રૂ. ૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવી ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એ.સી.બી. એકમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
​ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા વિસનગર તાલુકા સેવા સદન સ્થિત આરોપીની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને દબોચી લીધા હતા અને લાંચની રકમ રિકવર કરી હતી. એ.સી.બી.ના ફિલ્ડ પી.આઈ. એચ.બી. ચાવડા અને તેમની ટીમે ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here