MEHSANA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

0
18
meetarticle

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં લીવ રિઝર્વ પર મુકાયેલા 13 પીઆઈને જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે લાંઘણજ, વડનગર, સાયબર ક્રાઈમ, કડી અને વિજાપુર પોલીસ મથકના પીઆઈની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.

2 PI ને લીવ રિઝર્વમાં મુકી દેવાયા

બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાલમાં કડી અને વિજાપુર પોલીસ મથકોએ ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મુકાયા છે. જેમાંથી પીઆઈ જી.આર.રબારીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસઓજી શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો આદેશ કરાયો છે.

ક્રમપીઆઈનું નામહાલની ફરજનું સ્થળક્યાં બદલી
૧.એ.એસ.રબારીલીવ રિઝર્વકડી પોલીસ સ્ટેશન
૨.એમ.સી.પટેલલીવ રિઝર્વવિસનગર તાલુકા
૩.એ.આર.પટેલલીવ રિઝર્વમહેસાણા બી ડિવિઝન
૪.પી.આર.કરેણલીવ રિઝર્વખેરાલુ પોલીસ સ્ટેશન
૫.આર.એલ.પારઘીલીવ રિઝર્વમહેસાણા એ ડિવિઝન
૬.એમ.એન.દવેલીવ રિઝર્વવડનગર પોલીસ સ્ટેશન
૭.શ્રીમતી એન.જી.ગોહીલલીવ રિઝર્વનંદાસણ પોલીસ સ્ટેશન
૮.સુશ્રી એ.આર.વાઘેલાલીવ રિઝર્વમહિલા પોલીસ સ્ટેશન
૯.એ.એમ.ગેલોતલીવ રિઝર્વલાંઘણજ પોલીસ સ્ટેશન
૧૦.કે.ડી.રાવલલીવ રિઝર્વમોઢેરા પોલીસ સ્ટેશન
૧૧.આર.જે.ચૌહાણલીવ રિઝર્વવિજાપુર પોલીસ સ્ટેશન
૧૨.વાય.એ.પરમારલાંઘણજસાયબર ક્રાઈમ
૧૩.એ.એન.ગઢવીવડનગરબેચરાજી પોલીસ સ્ટેશન
૧૪.એમ.એન.ભડેલીયાલીવ રિઝર્વસતલાસણા પોલીસ સ્ટેશન
૧૫.ડી.જી.બડવાસાયબર ક્રાઈમબાવલુ પોલીસ સ્ટેશન
૧૬.ઓ.પી.સીસોદીયાકડીલીવ રિઝર્વ
૧૭.જી.આર.રબારીવિજાપુરલીવ રિઝર્વ
૧૮.એસ.એસ.આનંદલીવ રિઝર્વએલઆઈબી શાખા
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here