MEHSANA : હાઈટેક સોફ્ટવેરથી કાર ચોરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ

0
15
meetarticle

મહેસાણાના નાગલપુર કોલેજના ત્રણ રસ્તા નજીક નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં કેટલાક શંકાસ્પદ હિન્દી ભાષી ઈસમો ફરી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગાડીને રોકાવીને તપાસ કરતાં જેમાં બે ઈસમો ઉત્તરાખંડના હરિદ્વારવાસી સલીમ પઠાણ અને મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી સૈયદ ઈફાજુલ હસનની ધરપકડ કરવામાં આવી હતી.

મહેસાણા પોલીસને મળી મોટી સફળતા

મહેસાણા ડી વાય એસ પી હાર્દિક પ્રજાપતિએ કહ્યું હતું કે, આ બંને આરોપીઓ પાસેથી દિલ્હી અને ગાઝિયાબાદ વિસ્તારમાંથી ચોરાયેલી એક સ્વિફ્ટ ડીઝાયર અને બે બલેનો કાર મળી આવી છે. પોલીસે આ ગેંગ પાસેથી 3 ગાડીઓ ઉપરાંત, 4 મોબાઈલ ફોન, ગાડીઓનું સોફ્ટવેર હેક કરવાનું ટેબલેટ, બે વાઇફાઇ રાઉટર, ગાડીઓની 10 અલગ-અલગ ડુપ્લીકેટ ચાવીઓ તેમજ લોક તોડવાના સાધનો (પેચીસ, કાનસ) મળીને કુલ 15,43,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here