મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં BLO (બૂથ લેવલ ઓફિસર)ની ફરજ બજાવતા એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. આ દુઃખદ ઘટનાએ રાજ્યમાં શિક્ષકો પરના BLOની કામગીરીના વધતા ભારણ અને માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતક શિક્ષકનું નામ દિનેશ રાવળ હતું, જેઓ સતલાસણાના સુદાસણ ગામની કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે પણ ફરજ બજાવતા હતા.

સતલાસણામાં BLOનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ રાવળ પોતાના ઘરે બેસીને ચૂંટણી સંબંધિત **SIR (Special Summary Revision – મતદાર યાદી સુધારણા)**ની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થતા સુદાસણ ગામ અને સમગ્ર શિક્ષક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
હાર્ટ એટેકથી શિક્ષણ દિનેશ રાવળનું મોત
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી BLOની કામગીરી કરતા શિક્ષકોના મોત અને આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શિક્ષક સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે શૈક્ષણિક કાર્યની સાથે અન્ય બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ વધતા શિક્ષકો તીવ્ર માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યા છે.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે BLOની ફરજનું ભારણ હવે જીવલેણ બની રહ્યું છે.

