વડનગરમાં ધરોઇ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાનો બનાવ બન્યો છે. મળેલી માહિતી મુજબ મોલીપુર નજીક ધરોઇ કેનાલમાં આ બાળકો ડૂબ્યા હતા
વડનગરમાં ધરોઇ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાનો બનાવ બન્યો છે. મળેલી માહિતી મુજબ મોલીપુર નજીક ધરોઇ કેનાલમાં આ બાળકો ડૂબ્યા હતા પણ તત્કાલીક સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ડૂબી રહેલા ત્રણ પૈકી 2 બાળકોને બચાવી લીધા હતા જ્યારે હજું એક બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળી રહેલી માહિતી મુજબ કેનાલમાં સ્કૂલનું આઇ કાર્ડ પડી જતાં આ બાળકો આઇ કાર્ડ લેવા માટે કેનાલમાં કુદ્યા હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઇ હતી. ત્રણેય બાળકો 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા.વડનગર તાલુકાના મોલીપુર નજીક ત્રણ બાળકો કેનાલ નજીકથી પસાર થતા હતા ત્યારે આઈ કાર્ડ કેનાલમાં પડ્યું હતું અને આઈ કાર્ડ લેવા ત્રણ બાળકો કેનાલમાં પડ્યા હતા. ત્રણેય ડૂબવા લાગતાં તેમણે બુમાબુમ કરી હતી જેથી સ્થાનિક લોકો એકત્ર તઇ ગયા હતા અને તતરવૈયાઓએ તુરત જ કેનાલમાં ઝંપલાવીને બે બાળકોને બચાવ્યા હતા અને 1 બાળકની હાલ શોધખોળ કરાઇ રહી છે.
ગુમ થયેલ બાળક મોલીપુર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોએ જાણ કરતાં સ્થાનિક પોલીસ,108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કાર્ય શરુ કરાયું છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે ગુમ થયેલા બાળકની શોધખોળ હાથ ધરી છે.

