મહેસાણાના વસાઈમાં સરપંચ પર હુમલો, લૂંટની ફરિયાદ કરવામાં આવી છે. પ્લોટની ફાળવણી બાબતે રકઝક ઉગ્ર બનતા મારામારી થઈ હતી. 4 લોકોએ સરપંચ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. દોઢ તોલાની સોનાની રૂદ્રાક્ષની માળા લૂંટ્યાની ફરિયાદ કરવામાં આવી છે. હુમલા દરમિયાન પંચાયતના ટેબલ-ખુરશીને નુકસાન થયું છે. વસાઈ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વસાઈમાં સરપંચ પર હુમલો, લૂંટની ફરિયાદ
વસઇ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ પર હુમલો અને લૂંટની ફરિયાદ કરવામાં આવી છે. પ્લોટની ફાળવણી બાબતે થયેલી રકઝક ઉગ્ર બનતા મારામારી થઈ હતી. ચાર આરોપીઓએ સરપંચ ભરતભાઇ જેઠાભાઇ શિવરામદાસ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પંચાયતના ટેબલ-ખુરશીને નુકસાન પહોંચાડ્યું છે. આરોપીઓએ સરપંચના ગળામાંથી દોઢ તોલાની સોનાની રૂદ્રાક્ષની માળા લૂંટી લીધી છે.
4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ
આરોપીઓએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ચે. વસાઈ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

