જ્ય મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રખિયાણા ગામ નજીક બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને લોખંડ અને ઓઇલ ચોરીના એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ ₹૭૭,૧૩,૬૨૮/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્થળ પરથી ૨૮,૬૮૦ કિલો ચોરી કરેલું લોખંડ (કિં. રૂ. ૧૫,૨૦,૦૪૦/-) અને એક ટ્રકમાં ભરેલું ૪૫,૩૪૦ કિલો લોખંડ (કિં. રૂ. ૧૭,૮૪,૯૮૮/-) તેમજ ૧૧૬૦ લિટર ચોરીનું ઓઇલ (કિં. રૂ. ૩૪,૮૦૦/-) મળી આવ્યું છે.
પાંચ વાહનો (ટ્રક, વગેરે) અને રૂ. ૪,૪૫,૦૦૦/- રોકડા સહિત કુલ ₹૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસે રાજસ્થાનના મેનેજર કૈલાશસિંહ રાવત, મુખ્ય આરોપી ગિરીશભાઈ પરમાર (કડી) અને મોહનલાલ જાટ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ, મોરબી અને રાજસ્થાનના શખ્સોનો સમાવેશ થાય છે.
લોખંડ ચોરીના પાર્ટનર મહેન્દ્ર પુરોહિત અને કરણસિંહ સહિત ૫ આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે.
પી.એસ.આઈ. વી.એન. જાડેજાની ટીમે રેડ કરીને પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને વધુ તપાસ માટે બાવલુ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે.
