સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર ગ્રામપંચાયત ના વોર્ડ-૧૦ ના સભ્યને પ્રાંતિજ ટીડીઓ દ્રારા ત્રણ બાળકોના પિતા હોવાને લઈ ને સભ્યપદે થી દુર કર્યા
તાજેતરમાંજ યોજાયેલ ગ્રામપંચાયત ની ચુંટણી માં પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામે રહેતા શૈલેષ ભાઇ ભુદરભાઇ ચૌધરી વોર્ડ-૧૦ ના સભ્ય પદે થી બીન હરીફ ચુટાઇ આવ્યા હતા ત્યારે તેમના ચુંટણી પંચના સોગંદનામામા તેવોએ પોતે બે બાળકો ના પિતા હોવાનુ ચુંટણી પંચ સામે જણાવ્યુ હતુ પરંતુ કોઇ વ્યક્તિ દ્રારા પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે તેમની વિરૂધ્ધ ગામનાજ અરજ દાર દ્રારા લેખિત મા ફરિયાદ કરતા આખોય મામલો સામે આવ્યો હતો
જેમા પ્રાંતિજ તાલુકાવિકાસ અધિકારી એસ.પી.રાજપુત દ્રારા આ મામલે ખરેખર તપાસ કરતા તપાસ દરમ્યાન તેવોને ૨૦૦૮ ,૨૦૧૩ અને ૨૦૨૦ એમ ત્રણ બાળકો ના પિતા હોવાનુ સામે આવ્યુ હતુ જેમા સોગંદ નામામા તેવોએ ૨૦૨૦ ના બાળક ની વિગતો છુપાવવામા આવી હતી જેને લઈ ને પ્રાંતિજ વિકાસ અધિકારી ના તપાસ દરમ્યાન સામે આવતા તેમણે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ-૩૦ તથા ૩૨ મુજબ તાજપુર ગામ ના રહેવાસી અને ગ્રામપંચાયત મા વોર્ડ-૧૦ ના સભ્ય શૈલેષ ભાઇ ભુદરભાઇ ચૌધરી ને સભ્ય પદેથી ગેર લાયક જાહેર કરવામા આવ્યા હતા
REPOTER : ઉમંગ રાવલ -સાબરકાંઠા



