રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ સાર્વત્રિક અને ભારે વરસાદ પડશે.
ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. આગાહી મુજબ જ અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને અડધા કલાકમાં સવા ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ,ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદ,ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તથા 18-19 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ
આજે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઇ છે તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની આગાહી કરાઇ છે.
ભારે વરસાદ સાથે યેલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણમાં તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ અપાયું છે.


