ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી રક્ષાબંધનના પર્વએ નવસારી પહોંચ્યા હતા અને બિરસા મુંડા જન્મજયંતિમાં તેમણે ભાગ લીધો હતો અને રક્ષાબંધનના પર્વએ બહેનોએ તેમને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા, હર્ષ સંઘવીએ કહ્યું કે, ગામમાં જે પણ દૂષણો ચાલતા હોય તેની જાણ પહેલા પોલીસને કરો અને પોલીસ તેવા લોકો સામે પગલા ભરશે તે પણ નક્કી છે.
ગામમાં ચાલતા દૂષણોની પોલીસને જાણ કરવા અપીલ : હર્ષ સંઘવી
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ બહેનો પાસે રક્ષાબંધને વચન માગ્યું છે અને સમાજ-પરિવારને બચાવવા ગૃહમંત્રીએ વચન માગ્યું હોવાની વાત સામે આવી છે, હર્ષ સંઘવીએ વધુમાં બહેનોન કીધુ કે, રાખડી બાંધી ભાઇ પાસે હેલ્મેટ પહેરવાનું વચન લેજો અને નવસારીમાં બિરસા મુંડા જન્મજ્યંતિમાં આપ્યું નિવેદન અને વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ કરાઈ હતી.
ડાકણ પ્રથા પર ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ડાકણ પ્રથા પર ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે, ડાંગ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવું છુ અને પોલીસની શી ટીમનું ડાકણ પ્રથા મામલે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, હર્ષ સંઘવી ડાકણ પ્રથાનો ભોગ બનનાર બહેનોની લેશે મુલાકાત અને તેમની સાથે ચર્ચા પણ કરશે તેવી વાત સામે આવી છે.


