GUJARAT : ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન વિરમગામ ખાતે હિન્દુ મહાસંમેલન યોજાશે

0
42
meetarticle

વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના માર્ગદર્શન હેઠળ ન્યૂ વિરમગામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ – 2025 માં હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. અખંડ હિન્દુ રાષ્ટ્રનો સંકલ્પ અને હિન્દુ દીકરીઓને લવ જેહાદની પ્રેમજાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવતા વિધર્મીઓથી જનજાગૃતિ મુદ્દે વિશાળ તારીખ ૫/૯/૨૦૨૫ ને શુક્રવાર, સમય : રાત્રે ૯:૦૦ કલાકે ગણેશ પંડાલ, વૃંદાવન સોસાયટી બહાર, પંચમુખી હનુમાન ચાર રસ્તા, વિરમગામ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌને ઉપસ્થિત રહેવા ન્યૂ વિરમગામ ગણેશ ઉત્સવ સમિતિ અખંડ હિન્દુ રાષ્ટ્ર સંકલ્પ સમિતિ હિન્દુ સંગઠન વિરમગામ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.


હિન્દુ મહાસંમેલનમાં મુખ્ય મહેમાન તથા વક્તા પ.પૂ નૌતમ પ્રકાશ સ્વામી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય, પ.પૂ સ્વામી નિજાનંદજી મહારાજ બ્રહ્મચારી આશ્રમ, ગોતરકા, પ.પૂ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી સુપ્રસિદ્ધ કથાકાર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત અતિથિ વિશેષ મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજ ભાણ સાહેબની જગ્યા, કમીજલા, મહામંડલેશ્વર મહંતશ્રી 1008 રાજકુમારદાસ મહારાજ રામમહેલ મંદિર, વિરમગામ, પ.પૂ મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજ શ્રી ગુરુગાદી વનથળધામ, વનથળ, મહંતશ્રી 108 લખીરામ બાપુ વડવાળા મંદિર, દેત્રોજ, પ.પૂ મહંતશ્રી રઘુનંદનદાસ ખાકી પંચમુખી હનુમાન મંદિર, વિરમગામ, પ.પૂ યોગી બાલકનાથ બાપુ મહંતશ્રી, રમણધામ આશ્રમ, જીવાપુરા, પ.પૂ મહંતશ્રી કેહુ બાપુ લીમડા વાળા ઠાકરની જગ્યા, કમીજલા, પ.પૂ પ્રેમદાસ બાપુ મૂળવાનાથની જગ્યા હાંસલપુર, વિરમગામ, પ.પૂ શ્રી રઘુવીર સ્વામી સોકલી ગુરુકુળ, વિરમગામ, પ.પૂ મહંતશ્રી ચિતરંજનદાસજી પ્રદેશ સંયુક્ત મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ, પ.પૂ શ્રી મહેશગીરી બાપુ ઝાડીની જગ્યા, કડવાસણ, પ.પૂ કનુભાઈ તળજાભાઇ ભુવાજી મોટણની મેલડી માતાજી મંદિર, વિરોચનનગર, પૂજ્ય નારાયણભાઈ ભુવાજી ગોગા મહારાજનું મંદિર, ગમાનપુરા, પૂજ્ય કિરણભાઈ ભુવાજી ગોગા મહારાજનું મંદિર, કરીયાલા, પૂજ્ય નારાયણભાઈ ભુવાજી ગોગા મહારાજનું મંદિર, ઉમેદપુરા ઉપસ્થિત રહેશે તેમ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું.

REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here