ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાયેલ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડમાં જોરદાર તરખાટ મચાવતાની સાથે મેદાનમાં કઈક એવી કમાલ કરી નાખી જે કમાલ અત્યાર સુધી મોટા મોટા ખેલાડીઓ પણ નથી કરી શક્યા.
મોહમ્મદ સિરાજે મેરેથોન દોડ લગાવી
આ શીર્ષક વાંચ્યા પછી દરેકને ચોક્કસથી સવાલ થાય કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ તો ફાસ્ટ બોલર છે તો આ ખેલાડી મેરેથોન દોડ કેમ લગાવી રહ્યો છે? તો વાસ્તવમાં મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડમાં યોજાયેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલિંગ કરતી વખતે ફિલ્ડ પર બોલિંગ કરતાં કરતાં એટલી દોડ લગાવી કે તેમણે ઓલિમ્પિકમાં યોજાતી હાફ મેરેથોન કરતાં પણ 10 કિલોમીટર વધારે દોડી નાખ્યું. ઇંગ્લેન્ડમાં યોજાયેલ 5 મેચની શ્રેણીમાં તેમણે આ કમાલ કરી છે.
સિરાજે 31 કિમીથી વધુનો દોડ લગાવી
ચોક્કસથી કહી શકાય કે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ખરા અર્થમાં સુપરમેન સિરાજ છે. યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે યોજાયેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં તેમણે 113 બોલ ફેંકીને વિશ્વ રેકોર્ડ કરી નાખ્યો અને સાથે સાથે 23 વિકેટ પાડીને ઇંગ્લેન્ડને તેના ઘર આંગણે ઘૂંટણીયે લાવી દીધું. મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ શ્રેણીમાં કુલ 185.3 ઓવર ફેંકી હતી. સિરાજ એક બોલ માટે 28 મીટર જેટલું બંને દિશામાં દોડે છે. તે મુજબ 1113 બોલમાં 31 કિલોમીટરથી થોડું વધારે અંતર તેમણે કાપ્યું છે.
સફળતા માટે ખૂબ પરસેવો પાડ્યો
5 ટેસ્ટ શ્રેણીમાં કુલ 185.3 ઓવર ફેંકવી જેમાં 1113 બોલ ફેંકવા એ કોઈ પણ ખેલાડી માટે ખરા અર્થમાં થકાવી દેનારું કામ સાબિત થઈ શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર બોલર માટે સતત થાક્યા વગર એટલાજ ઉત્સાહથી બોલિંગ કરવી એ જાણે સાવ સામાન્ય બાબત થઈ ગઈ છે. આ સ્ટેમિના અને સફળતા સુધી પહોંચવા માટે મોહમ્મદ સિરાજે મેદાનમાં ખુબજ આકરી પ્રેક્ટિસ કરીને પરસેવો પાડ્યો છે. બોલિંગની સાથે સાથે સતત ફિલ્ડિંગ પણ કરવી એ માટે આકરી પ્રેક્ટિસ હોવી ખૂબ જરૂરી હોય છે.


