સપ્ટેમ્બર મહિનો મનોરંજનથી ભરપૂર રહેશે કારણ કે, સિનેમાઘરોમાં એકથી એક શાનદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેનાથી ઓડિયન્સને એક્શન, રોમાન્સ, કોમેડી, થ્રિલર અને ડ્રામા જોવા મળશે. માત્ર હિન્દી જ નહીં પરંતુ અલગ-અલગ ભાષાઓની અનેક મોટી ફિલ્મો રિલીઝ થશે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ ફિલ્મોના નામ સામેલ છે.
ફિલ્મ બાગી 4
જો તમે ટાઈગર શ્રોફની એક્શનના શોખીન છો તો તમારા માટે ગુડ ન્યુઝ છે. ફિલ્મ બાગી 4નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં ટાઈગર અને સંજયની દમદાર ફાઇટ જોવા મળી રહી છે. આ હિન્દી ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
ફિલ્મ દિલ મદ્રાસી
તમિલ ફિલ્મ ‘દિલ મદ્રાસી’નું ટ્રેલર જોઈને ચાહકોની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. આ ફિલ્મ શ્રી લક્ષ્મી મુવીઝના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એક્ટર શિવાકાર્તિકેય ઉપરાંત રુકમણી વાસંથ અને વિદ્યુત જામવાલ છે. આ ફિલ્મ પાંચ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
ફિલ્મ કેડી ધ ડેવિલ
મોસ્ટ અવેટેડ ફિલ્મ કેડી ધ ડેવિલની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાઉથ સિનેમાના ફેમસ એક્ટર ધ્રુવ સરજાની આ ફિલ્મમાં સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી જેવા સ્ટાર્સનું પણ દમદાર પર્ફોર્મન્સ જોવા મળશે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થશે.
ધ કૉન્જ્યૂરિંગ લાસ્ટ રાઈટ
જો તમે હોરર ફિલ્મના શોખીન છો તો પછી સપ્ટેમ્બરમાં તમારી રાહ નો અંત આવશે હોલીવુડની પોપ્યુલર હોરર સીઝનનો છેલ્લો પાર્ટ ‘ધ કૉન્જ્યૂરિંગ લાસ્ટ રાઈટ’ 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ પ્યોર લવ સ્ટોરી ફિલ્મ છે.
એક ચતુર નાર
નીલ નીતિન મુકેશ પણ મોટા પદડા પર પોતાની વાપસી માટે તૈયાર છે. તેની ફિલ્મ એક ચતુર નાર 12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તેની સાથે આ ફિલ્મમાં દિવ્યા ખોસલા નજર આવશે. આ કોમેડી ફિલ્મ છે.
જોલી એલએલબી 3
બીજી તરફ અક્ષય કુમાર અને જોલી એલએલબી 3 પોતાના મજેદાર કોર્ટ રૂમ ડ્રામા માટે ફેમસ છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.
નિશાંચી
જોલી એલએલબી 3ની સાથે સિનેમાઘરોમાં વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ નિશાંચી છે. બાલા સાહેબ ઠાકરેનો પૌત્ર એશ્વર્ય ઠાકરે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.


