આણંદ જિલ્લા સહિત આણંદ શહેરમાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે આણંદ સહિત આજુબાજુના ગામડાના શ્રદ્ધાળુઓએ પાંચ દિવસ બાદ આણંદના લોટે શ્વર મહાદેવ તળાવમાં ૮૫થી વધુ શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન કર્યું હતું.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમો પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવેલા ગણપતીજીને આણંદના લોટેશ્વર મહાદેવ તળાવમાં ખાતે વિસર્જન માટે લવાઈ હતી. ત્યારે મહાપાલિકા દ્વારા બે બોટ અને ૧૦ જેટલા તરવૈયાઓને સવારથી તળાવ કિનારે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તળાવ ખાતે ભક્તોએ શ્રીજીની પ્રતિમાઓની આરતી- પૂજા કરી હતી. બોટ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરાયું હતું. દિવસ દરમિયાન ૮૫થી વધુ પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરાયું હોવાનું જણાવ્યું છે.આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાંથી વિસર્જન માટે ગણેશજીની પ્રતિમા લઈને આવેલા શ્રદ્ધાળુઓ લોટેશ્વર મહાદેવ તળાવની પાળે ગરબે ઘૂમી શ્રીજીને વિદાયમાન આપ્યું હતું.


