ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા થી શામગહાન સાપુતારા ને જોડતો નેશનલ હાઈવે કેટલીક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી જતા રોજબરોજ પસાર થતાં વાહનચાલકો ખુબ પરેશાન થઈ રહયાં છે
કેટલાક વાહનચાલકો ખાડા માં પડે તો રોજબરોજ અકસ્માત થઈ રહયાં છે તેમાં પણ આહવા થી બોરખલ વચ્ચેનો ધાટ રસ્તો નવીનીકરણ બાદ રસ્તામાં કોઈક ખામી સર્જાતાં વારંવાર રસ્તો જગ્યાએ થી આખે આખો સરકી જાય છે એક બાજુ નો રસ્તો ખરાબ થઈ જતાં વાહનો સારા રસ્તા પરથી પસાર થવાની લ્હાય માં અકસ્માત થઈ રહયાં છે આ રસ્તાનો નવીનીકરણ થઈ રહયું હતું ત્યારે પણ રસ્તાનાં કામ માં એજન્સી દ્રારા હલકી ગુણવતા વાળો મટ્રીરીયલ વપરાઈ રહયાંની જાણ નેશનલ હાઈવેનાં ઈજનેરને કરવાં છતાં અને અખબારી અહેવાલો પ્રસિધ્ધ થવાં છતાં નેશનલ હાઈવે વિભાગે કોઈ તકેદારી લીધી ન હતીં જેનાં કારણે નેશનલ હાઈવે પર વાહનચાલકો નાં અકસ્માતો થઈ રહયાં છે જેમાં કેટલાક વાહનચાલકોનાં જીવ પણ ગયાં છે તેમ છતાં નેશનલ હાઈવે વિભાગ જાગ્યું નથી જેનાં કારણે ફરી આ રસ્તા મસમોટા ખાડાઓ પડી ગયાં છે હવે રોજબરોજ અકસ્માતો થઈ રહયાં છે જે બાબતે જિલ્લાતંત્ર જરૂરી પગલાં ભરી વાહનચાલકોનાં હિતમાં યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.


