ભરૂચ બેઠક પરથી લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે… તેમણે ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે.. મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી
લેટરબૉમ્બ ફોડ્યો છે. જેનાતણખાઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ અનેભાજપના ધારાસભ્ય રિતેશ દેશમુખ ઉપર ઉડ્યા હતા.
સાંસદે પત્રમાં પ્રકાશ દેસાઇ સામે કાર્યવાહીની માગ કરી છે.. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઇ જનતા કા રાજ કરીને સંગઠન ચલાવે છે અને સંગઠનના જોરે લોકોને રંજાડે છે…વધુમાં સાંસદે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મારાં પત્ર પછી તરત જ પ્રકાશ દેસાઈના ડ્રાઇવર સામે કડક પગલાં લઈ ધરપકડ કરી છે.ઉમલ્લાના વેપારી પર ભાજપ ના આગેવાનો દ્વારા હુમલા ને લઈને મામલો ગરમાયો હતો.
ભાજપના ધારાસભ્ય રિતેશ દેશમુખ કેસ ને દબાવવાની કોશિશ કરતા સાંસદ વચ્ચે પડ્યા હતા.અને રોષે ભરાયા હતા.જેથી સાંસદ મનસુખ વસાવાએ વેપારીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતા લઈ તરત એક્શન લીધા અને ડ્રાંઇવર ની ધરપકડ કરતાં સાંસદે મુખ્યમંત્રી નો આભાર પણ માન્યો.સાંસદના પત્રની અસર થતા મુખ્ય મંત્રીના હુકમથી વેપારીને મારનારની તરત ધરપકડ થઈ હતી.
ઉમલ્લામાં ઇલેક્ટ્રિક સાધનોના વેપારી પર પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કરવાની ઘટનાના ભરૂચ નર્મદા જિલ્લામાં ઘેરા પ્રત્યા ઘાતો પડ્યા છે.
આ નેતાઓથી નારાજ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલ વેપારીઓ ને ભાજપ ના જ લોકો માર મારે એ ખોટું છે..હું કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લઉં. વધુમાં મનસુખભાઈએ જણાવ્યું હતું.
કે આ બન્ને નેતાઓ ધારાસભ્ય રિતેશ દેશમુખ અને પ્રકાશ દેસાઈ BTP માંથી આવ્યા હોઈ એ એમની બીટીપીની વિચારધારાથી ચાલે છે.જો ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું..પણ કૂતરાની પુછડી ની જેમ વાકી તે વાકી જ રહેશે.
સાંસદે એમની લુખ્ખા તત્વોની બનેલી ટીમનો પરદાફાશ કરતાં જણાવ્યું હતું કે”જનતા કા રાજ નામની ટીમ બનાવી છે 81નંબર ની બાઇક ટીમનું ન્યૂસન્સ થઈ ગયું છે..આ ટીમ લોકોને દબાવવાનું, રંઝાડવાનું, ધમાલ કરવાનું કૃત્ય કરે છે આવા ગ્રુપો બંધ થવા જોઈએ.
બીટીપીમાંથી ભાજપામાં આવેલા આ બન્ને નેતાઑ પોતાના ખોટા કામો કરાવવા બીટીપી વાળી કરી લોકોને રંજાડે છે.ભૂતકાળમાં આ લોકોએ માફિયાગિરી, ધાક ધમકીના જે કામો કરતાં હતા તે ભાજપા માં આવીને હવે ફરીથી કરી રહ્યા છે તે ભાજપામાં ચલાવી નહીં લેવાય
ભાજપા આવ્યા છો તો ભાજપા ની વિચાર સરણી સાથે રહેવાની સલાહ પણ આપી દીધી હતી.
આવા લોકો મોટા થશે તો મનસુખ વસાવા ને પણ છોડે એવા નથી.પોતાને આવા લોકોથી જાનનુ જોખમ હોવાની ગંભીર વાત કરી હતીપણ પોતે જાનના જોખમે પણ પ્રજા માટે લડતા રહેશેએમ મીડિયા સામે જણાવ્યું હતું.
જનતા રાજ ની આ ટીમ 81 નંબર ની ટીમછે. 150લોકોની ની ટીમ છે આ બધાં લોકો જૂથ બનાવીને ગેરકૃત્ય કરે છે.ભૂતકાળમાં dsp ને ફરિયાફ કરેલી અને એમની ધરપકડ પણ કરાવેલી.આમ પ્રજાને આવા લુખ્ખા લોકો રંજડે તો હું ચલાવી લઈશ નહીં.પ્રજા હીત માટે હું આવા તત્વો સામે જાનના જોખમે લડુ છું.
ડર લાગે છે પણ હું જાહેર જનતા માટે લડતો રહું છું
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



