RAJPIPALA : ડેડીયાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા સરપંચ ની મિટિંગમાં ભાજપનાસ્થાનિક નેતા અને ધારાસભ્ય ઉપર વરસ્યા

0
95
meetarticle

ડેડીયાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા સરપંચ ની મિટિંગમાં ભાજપનાસ્થાનિક નેતા અને ધારાસભ્ય ઉપર વરસ્યા હતા


ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને છોડાવવા ને બદલે આપના કાર્યકરો ભાજપને અને મનસુખભાઈ ને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે તેની સામે આકારા પ્રહારો કરતા સભામા સોપો પડી ગયો હતો. ભાજપને બદનામ કરતા આપના કાર્યકરોને કાઉન્ટર કરવા ભાજપના નેતાઓ કેમ કોઈ સામે આવતા કેમ કોઈ બોલતું નથી? મેં એકલાએ બોલવાનો ઠેકો લીધો છે?એ મનસુખ વસાવાએ જણાવ્યું હતું

પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા,,ધારાસભ્ય દર્શના દેશમુખ,, જિલ્લા પ્રમુખ નીલ રાવ,શંકરભાઈ વસાવા સહિત ભાજપના નેતાઓને નામ લઈને સાંસદે આડે હાથે લીધાહતા. અને જણાવ્યું હતું કે ભાજપાના આ બધાં લોકો કેમ કંઈ બોલતા નથી?, બધાએ બોલવું પડશે.પાર્ટીના આગેવાનો હોદ્દેદારોને મંત્રીઓ પણ કેમ કંઈ બોલતા નથી?

આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ભાઈ ને જેલમાં રાખવો છે અને રાજકીય લાભ ખાટ વૉ છે અને ભાજપને બદનામ કરવો છે એ કોઇ સંજોગો માં ચલાવી નહીં લેવાય.
પાર્ટીના કાર્યકરો મારા ઉપર આરોપ કરે છે કે મનસુખભાઈએ ચૈતર ભાઈ ને ખોટી રીતે ફસાયો છે.અરે એની સામે 19 કેસો થયેલા છે જેલમાંથી છૂટવું હોય તો કાનૂની પ્રક્રિયા હાથ ધરે અને સારો વકીલ કરીને છોડાવે એમને જેલમાં રહીને રાજકીય રોટલા શેકવા છે.

ભાજપ સામે જે ખોટો પ્રચાર કરે છે તેની સામે કાર્યકરોને સાવધાન કરવા માટે મારે આજે કાર્યકરો આગેવાનો નેતાઓ સામે કડક થવું પડ્યું.મોતીલાલ વસાવા હોય કે શંકરભાઈ વસાવા હોય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હોય કે હિતેશ વસાવા કે નીલ રાવ હોય બધાએ બોલવું પડશે,પ્રદેશમાં બેઠા હોય એમણે પણ બોલવું પડશે આ બધાં કેમ બોલતા નથી?કેજરીવાલ આવીને અહીંયા ગાળો આપી જતા હોય અને પ્રદેશનો એક પણ મંત્રીકે હોદ્દેદારો બોલે નહીં એ કેમ ચાલે? શું એકલા મનસુખ વસાવાએ જ વિરોધ કરવાનો ઠેકો કંઈ ઠેકો લીધો છે? તમે કોના માટે લડીએ છીએ? પ્રજાના હીતમાટે લડીએ છે
જેમણે ડેડીયાપાડા વિધાનસભામાં છેતરવા ની સામે લડવું હોય તો એમણે બોલવું પડશે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોય ડેડીયાપાડામાં ભાજપની સરકાર નહીં હોય આ લોકો સરકારના લાભો લઈ જશે જો આપણે બોલીશું નહીં તો આવનારા દિવસોમાં આ લોકો આપણા માટે પડકારરૂપ બની જશે.

મારે ડેડીયાપાડા ને સાગબારામાંથી આ બધાનું સમર્થન જોઈશે.ચૈતર વસાવાની સામે જેણે વિધાનસભા લડવી હોય એમણે મેદાનમાં આવવવું પડશે અને બોલવું પડશે ભાજપના આગેવાનોને ખુલ્લી ચેલેન્જ મનસુખભાઈએ આપી કહ્યું :આ રીતે નહીં ચાલે દૂધમાં ને દહીમાં પગ નહીં ચાલે.મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવો નથી કોઈ મારો વિરોધી નથી પણ આવનારા દિવસોમાંએમની સામે અવાજ નહીં ઉઠાવીએ તો આ લોકો આપણા માટે પડકારરૂપ બની જશે. મારે કંઈ લોકસભા થોડી લડવાની છે કે મારો કોઈ પરિવાર વિધાનસભામાં થોડો ચૂંટણી લડવાનનો છે? છતાં હું એકલો બોલું છું ભાજપાના નેતાઓ બીજા ચૂપbકેમ છે.?

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here