બનાસકાંઠા જિલ્લામા ચાલુ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ પડતા તેમજ પાછોતરા વરસાદના આગમનથી નાના મોટા જળાશયોમાં પાણીનો આવરો શરૂ થયો છે જેમાં વડગામ તાલુકામાં આવેલ મુકેશ્વર ડેમ 83 ટકા પાણી થી ભરાઇ જવા પામ્યો છે અને પાણીનો આવરામાં વધારો થાય તો સરસ્વતી નદીમાં પાણી છોડવા ડેમના દરવાજા ખોલવાની શક્યતાને લઇ નદીકાંઠાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ તબક્કાના તેમજ પાછોતરા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નદી નાળા છલકાઈ જવા પામ્યા હતા અને ત્રણ મોટા જળાશય દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે જેમાં 661.58 ફુટની જળ સપાટી ધરાવતા મુકેશ્વર ડેમમાં ચાલુ વર્ષે દાંતા અંબાજી વિસ્તારમાં ભારે વરસાદ પડતાં પાણીની સારા પ્રમાણમાં આવક થતા ડેમની જળ સપાટી 657.71 ફૂટે પહોંચતા ડેમ 83 ટકા ભરાઇ જવા પામ્યો છે જેને ડેમ પર લઇ બ્લ્યુ સિગ્નલ લગાવી દેવાયું છે જોકે આ ડેમ સંપૂર્ણ ભરાવવામાં માત્ર ચાર ફૂટ બાકી છે અને હાલ 129 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેમાં વધારો થાય તો ડેમનું પાણી સરસ્વતી નદી છોડવા માટે ડેમના દરવાજા ખોલવાની શકયતાને નદી કાંઠાના 13 ગામોને ચેતવણી આપીને એલર્ટ કરવામાં આવ્યા છે જોકે સિંચાઇ અને પીવાના પાણી પૂરું પાડતો આ ડેમમાં અત્યાર સુધીમાં 83 જળ સંગ્રહ થતા લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે
REPOTER : દિપક પુરબીયા


