ઠેરઠેર ગણપતિ બાપ્પાની પધરામણી થઇ ગઈ છે. મુંબઈગરા પણ ગણેશોત્સવને લઈને ભક્તિમય બન્યા છે. લોકોએ લાડકા બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. મુંબઈના રાહુલ ગોકુલ વરિયા છેલ્લા ચૌદ વર્ષથી પોતાના ઘરે ગણપતિ બાપ્પા માટે નોખી ભાત પાડતું ડેકોરેશન તૈયાર કરતા આવ્યા છે.
ડબલ ડેકર બસ, લોકલ ટ્રેન, મેટ્રો લાઇન ૧ કે પછી ટ્રામ હોય; રાહુલ વરિયા આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરી બાપ્પાને વિરાજમાન કરે છે. આ વર્ષે રાહુલ વરિયાએ પોતાના ઘરે મેળાની ઝાંખી ઊભી કરી છે.
અને આ મેળામાં ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે.હાલો હાલો….. ઉંદરોના મેળે રાહુલ વરિયા જણાવે છે કે, “આ વર્ષે મેં મેળાની થીમ પર સજાવટ કરી છે. ખાસ વાત તો એ છે કે આ મેળામાં બાપ્પાનું પ્રિય વાહન મુશકરાજને કેન્દ્રસ્થાને મૂકવામાં આવ્યા છે. જાહેરાતોથી લઈને મેળો જોવા ઉમટેલા પ્રેક્ષક, કારીગરો તરીકે પણ ઉંદરો જ છે. આમ, મૂષકને કેન્દ્રસ્થાને રાખીને બાપ્પાનું સ્વાગત કરવાનો એક અનોખો પ્રયોગ કર્યો છે.”ઉંદરભાઈઓ જ મેળામાં પ્રેક્ષકોનું સ્વાગત કરતા જોવા મળે છેમેળાની ઝાંખી દર્શાવવા માટે સાઇનબોર્ડ પર હિન્દીમાં “ગણેશ મેલા” એવું લખાયું છે. ઝગારા મારતી લાઈટ્સ પણ ગોઠવવામાં આવી છે. જાયન્ટ વ્હીલ પણ ઊભું કરાયું છે.
જેને બહુરંગી એલઈડી લાઈટ્સથી શણગાર અપાયો છે.આ ગણેશ મેળામાં સ્વિંગ રાઈડ તેમ જ ઘણી બધી દુકાનો પણ જોવા મળે છે.મેળાની જાહેરાતોમાં પણ ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે. ખાણીપીણીની જાહેરાત હોય કે વ્યાવસાયિક જાહેરાતો હોય એમાં ઉંદરભાઈ સૌને ગમી જાય એવા છે. એક જાહેરાતમાં જાદુગર એ લાલ નામના ઉંદરભાઈ દેખાયા છે તો કેમ્પા નામની કોલ્ડડ્રીંકની જાહેરાત કરતા ઉંદરભાઈ પણ સૌને લલચાવી રહ્યા છે.આ મેળામાં એક ગણેશદાસ નામના એક પોલિટીશ્યન ઉંદરભાઈ પણ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી રહ્યા છેરાહુલ વરિયાએ આ ડેકોરેશન તૈયાર કરવા માટે કાગળ, ટૂથપિક અને મોટેભાગે કાર્ડબોર્ડનો જ ઉપયોગ કર્યો છે. આ આખું સેટઅપ તૈયાર કરવા માટે તેઓને એક મહિના જેટલો સમય લાગ્યો હતો. ગણેશોત્સવ શરુ થાય એના એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરુ કરી દીધી હતી રાહુલ વરિયા સજાવટની સાથે ગણેશમૂર્તિ પણ ઘરે જ બનાવે છે. છેલ્લાં ૧૪ વર્ષથી તેઓ પોતાના ઘરે જ ચિકણી માટીથી એક ફૂટ ઊંચાઈ ધરાવતી બાપ્પાની ક્યુટ મૂર્તિ તૈયાર કરે છે. આ વર્ષે બાપ્પા પલાંઠીવાળીને બેઠા છે. અને તેમના હાથમાં રંગબેરંગી ચકરડી છે.
આમ, બાપ્પા મેળાનો આનંદ માણતા હોય એવી મૂર્તિ તૈયાર કરી છે જે આબાલવૃદ્ધ સૌને ગમી જાય એવી છે. ગણપતિ બાપ્પા મેળાની વચ્ચે વિરાજમાન થયા છે. એમની આસપાસ ઉંદરો જોવા મળે છે. ઉંદરો પણ તૈયાર થઈને મેળામાં મ્હાલવા માટે આવી ગયા છે. બાપ્પાની ચારેતરફ સફેદ રંગના ઉંદરોની મસ્તી જોવા મળી રહી છે.રાહુલ વરિયાને આ ડેકોરેશન માટે સતત તેમના પિતા ગોકુલભાઈ વરિયા અને માતા રંજનબેનનુ માર્ગદર્શન અને સાથસહકાર મળતો રહે છે. તેમની જ પ્રેરણાથી તેઓ દરવર્ષે આટલી મહેનત કરીને બાપ્પા માટે ડેકોરેશન ઊભું કરી શકે છે.રાહુલ વરિયા સજાવટની તૈયારી વિષે વાત કરતાં આગળ કહે છે કે, “આ સજાવટને સાકારરૂપ આપવા માટે મિત્ર મૌલિક રાવલની પણ ઘણી જ મદદ મળી છે.”
REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા





