NADIYAD : એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો

0
58
meetarticle

વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભૂમેલ વિસ્તારમાં એલસીબી પોલીસે તેમજ વડતાલ પોલીસે બે સ્થળેથી એક જ બુટલેગરના રૂા. ૯.૫૫ લાખના વિદેશી દારૂની ૬,૭૯૪ બોટલોના જથ્થા સાથે તેના સાગરીતને ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર મળી આવ્યો ન હતો. આ બંને બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


એલસીબી ખેડા પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભૂમેલ ફાટક બહાર તબેલા સામે ખુલ્લી જગ્યામાં તાડપત્રી ઘાસના પૂળા નીચે સંતાડી રાખી વિદેશી દારૂનું મોટા પાયે છૂટક વેચાણ થતું હતું. પોલીસે રેડ પાડતા ઘાસ તાડપત્રી નીચે છુપાવેલા વિદેશી દારૂની બોટલ નંગ ૨,૪૦૦ કિંમત રૂ.૩,૮૪,૦૦૦ સાથે એક શખ્સ મળી આવ્યો હતો. ઈસમની પૂછપરછ કરતા સતિષભાઈ શંકરભાઈ પરમાર રહે.ભુમેલે દારૂ પેટલાદ તાલુકાના સંજાયાના કમલેશભાઈ હસમુખભાઈ પરમારનો હોવાનું જણાવ્યું હતું. મુખ્ય સૂત્રધાર કમલેશભાઈ પરમાર મળી આવ્યો ન હતો. એલસીબી ખેડા પોલીસે ભૂમેલમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો હોવાની જાણ થતા વડતાલ પોલીસે આબરૂ સાચવવા ભુમેલ સીમમાં જગદીશભાઈ પટેલના ખેતરમાં રેડ પાડી ૯ પીપડામાં સંતાડેલો ઉપરોક્ત આરોપીઓનો દારૂ ઝડપી પાડયો હતો. રૂા. ૫,૭૫,૯૦૦ના દારૂની ૪,૩૯૪ બોટલો રૂા. ૪૫૦૦ના ૯ નંગ પીપડા મળી કુલ રૂપિયા કુલ રૂ.૫,૭૫,૯૦૦નો જથ્થો કબજે કર્યો હતો. આ બંને બનાવો અંગે વડતાલ પોલીસે સતીશ શંકરભાઈ પરમાર તેમજ કમલેશ હસમુખભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here