નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગની બંને બાજુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ફૂટપાથ ઉપર ઝાડી- ઝાંખરા ઉભી નીકળતા શોભાના ગાંઠિયા સમાન બની છે. ફૂટપાથ હોવા છતા લોકો રોડ ઉપર ચાલવા મજબૂર બન્યા છે.

નડિયાદ શહેરમાંથી દાંડી માર્ગ પસાર થાય છે. દાંડી માર્ગ ઉપર ડિવાઇડર, સ્ટ્રીટ લાઈટ તેમજ બંને બાજુ પેવર બ્લોક નાખી ફૂટપાથ બનાવાઈ છે.
ત્યારે નડિયાદમાં કોલેજ રોડથી ભુમેલ રોડ તરફના રોડની બંને બાજુની ફૂટપાથ પર આંકડા, કાંટાળા બાવળ, ઝાડી ઝાંખરાથી ઢંકાઈ ગઈ છે. ત્યારે સવારે મોર્નિંગ વૉકમાં નીકળતા લોકોને ફરજિયાત રોડ ઉપર ચાલવું પડે છે.
વહેલી સવારે ધૂમ્મસ અને સતત વાહનોના ધમધમાટ વચ્ચે મોનગ વોક માટે નિકળેલા સિનિયર સિટીઝનોને અકસ્માતનો ભય રહેલો છે. રાહદારીઓ માટે પણ ફૂટપાથ નકામી નિવડે છે. રોડ ઉપર શાળા, કોલેજો, હોસ્પિટલ અને શોપિંગ મોલ હોવાના લોકોની ભારે અવર- જવર રહે છે.
ત્યારે લોકો સલામતીથી પસાર થઈ શકે તે માટે બનાવેલી ફૂટપાથ હવે જોખમી પૂરવાર થઈ રહી છે. ત્યારે સત્તાધીશો દ્વારા ફૂટપાથ પરની ઝાડી- ઝાંખરા દૂર કરી સફાઈ કરવા માંગણી છે.

