NARMADA : સાંસદ જશુભાઈ રાઠવાએએકતા પદયાત્રા અંગે રાજપીપળા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી

0
47
meetarticle

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી Sardar@150 – Unity March” (એકતા પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી અંગે રાજપીપલા ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી હતી

જેમાં સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદ ના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, જિલ્લા ભાજપા મહામન્ત્રી વિક્રમભાઈ તડવી ની ઉપસ્થિતિમાંએકતા પદયાત્રાના આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સાંસદ જશુભાઈ રાઠવા એ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે 26 નવેમ્બર થી છ ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી પદયાત્રા યોજાઈ રહી છે જેમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે ગુજરાતની 182 વિધાનસભામાં 10 કિલોમીટર જેટલી પદયાત્રા યોજાશે જેમાં નર્મદા જિલ્લામાં 17 અને 18 નવેમ્બરના રોજ યાત્રા યોજાશે.જેમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું.

REPOTER : દીપક જગતાપ, રાજપીપળા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here