NARMADA : ડેડીયાપાડાના ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી )ના લગ્નજીવનમાં તિરાડ

0
20
meetarticle

ડેડીયાપાડાના ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી )ના લગ્નજીવનમાં તિરાડ પડતાપત્નીને મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યાનો પત્નીનો આરોપની ઘટના સામે આવી છે.
ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.
આ વખતે પોતાના જ લગ્ન જીવનને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ મામલે બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે.

જગદીશભાઈનાં પત્ની પ્રિયકા સોની એ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં પતિ જગદીશ સોની તેને માર મારી 50 લાખ રૂપિયા પિયર દહેજ ની માંગણી કરી…માર માર્યો હોવાની ફરિયાદમાં પણ ઉલ્લેખકરાયો છે
ટીડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા, સોનાના ઘરેણાં ની માગણી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે.
ઘરમાં કોઈ પણ કામગીરી ના કરી સાસુ ને માર મારતી હોવાની ફરિયાદ ચાર મહિના પહેલા સાસુ જશોદા દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ટીડીઓ ડેડીયાપાડા જગદીશ સોનીના લગ્ન રાજસ્થાનની પ્રિયંકા સાથે થયા હતાTDO ની પત્નીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે કે રાજપીપલામાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી.

જગદીશ સોનીની પત્નીનો આરોપ. છે કે જગદીશ સોની અન્ય મહિલા સાથે અફેર હોવાથી મને માર મારી કાઢી મુકવાની સાજીસ કરીછે. અને
મારી ઈચ્છા વિરૂદ્ધ મારી સાથે જબજસ્તી સંબંધ બનાવી વિડિઓ બનાવ્યો હોવાનું પ્રિયંકાએ જણાવ્યું છે. 20 ઓક્ટોમ્બર 2025 થી મને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આરોપ પણ પત્ની પ્રિયંકાએ લગાવ્યોછે.

તો સામે ટિડિઓ જગદીશ સોનીએ જણાવ્યું છે કે મેરેજ બ્યુરોના માધ્યમથી અમે મળ્યા હતા.
2025માં લગ્ન કર્યા નાં ઓડિયો વીડિયો છે.કોઈ વસ્તુ અમે લીધી નથી.સામે ફર્નિચરથી લઈ અમે આપતા પણ કોઈ અમે કોઈ વસ્તુ લીધી નથી કે અમે માગી નથી.
તે રાજસ્થાનની છે અને રાજસ્થાનમાં રિવાજો કહી ને સોનાની માગ કરી મારા મધર જોડે માંગણી કરતા હતા.અને મારી મમ્મીને કહેતા હતા કે મારો પતિ કમાય છે તો મારા પતિનું હું જ વાપરુંને. તમે બધા શું કામ વચ્ચે પડો છો? એમ કહીને મારી મમ્મી સાથે ઝઘડો કરતી હતી

વધુમાં તેમણે જણાવ્યું છે કે મારી એન્જોગ્રાફી થઈ હતી અને હું મારા રૂમમાં સૂતો હતો.ત્યારે નાની વાતમાં ઝઘડો કરી મારી મધર ને રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી મારી મા પર હુમલો કર્યો હતો.ત્યારબાદ તેઓના કુટુંબીજનો આવ્યા અને તેઓ મરજીથી અહીંયાથી ગયા છે
અમારા પર આક્ષેપ જે કરે છે તે તદ્દન ખોટા હોવાનું જગદીશ સોની એ જણાવ્યું છે.મારા પર આક્ષેપ થાય છે ત્યારે મારો મોબાઇલ ફોન હું એફએસએલમાં મોકલવા પણ તૈયાર છું

બીજી તરફ પત્ની ફરી ઘરે આવવા તૈયાર છે પરંતુ હવે ટીડીઓ ઘરે લાવવા તૈયાર નથીઆમ આ મામલે સામ સામે ફરિયાદો થઈ છે ત્યારે પોલીસ કેવી કાર્ય વાહી આગળ કરે છે તે હવે જોવું રહ્યું.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here