NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે આજે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો.

0
26
meetarticle

સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું


જેમાંજેમાં ૨૧ દેશોના ૪૫ તેમજ ગુજરાત સહિત ભારતના ૩૪ મળી કુલ ૭૯ પતંગબાજો ભાગ લીધો હતો.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ફુગ્ગા ઉડાડી

આજે જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીઈશ્વરસિંહ પટેલની પઉપસ્થિતિમાં જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે યોજાયો હતો

આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ, કલેકટર એસ કે મોદી ની ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

REPOTER : દીપક જગતાપ,,રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here