આપ અને નર્મદા ભાજપા પ્રમુખ આમને સામને આવતા નર્મદા નું રાજકારણ ગરમાયું છે. તાજેતર માં આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ થોડા દિવસ પેહલા દારૂનો ધંધો કરતો પકડાયાનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.દારૂ પકડાયા ની ઘટના બાદ બાદ નર્મદામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

આપ પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ,સાંસદ મનસુખ વસાવા અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા હતા કે
ભાજપનાજ નેતાઓ દારૂનો ધંધો કરે છે એમને કોઈ પકડતું નથી.અને
સાંસદમનસુખ વસાવાં અને જિલ્લા પ્રમુખ નીલ રાવ ને જાહેરમાં ડિબેટમાં આપ ના જિલ્લા પ્રમુખે
લલકર્યા હતા.
જોકે આજે એના પ્રત્યુત્તર માં નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા માં મુકેલ વિડિઓ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે પત્રકાર પરિષદ બોલાવી સામી પ્રતિક્રિયા આપી આપ પ્રમુખને લલકાર્યા હતા. અનેભાજપ પ્રમુખ નીલ રાવે કહ્યું હતું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે
નિરંજન વસાવા ડીગ્રી ચોર અને વીજળી ચોર છે અને અમારા ભાજપ ના લોકો પર આક્ષેપો કરે છે
ભાજપ પ્રમુખ એ કહ્યું કે મે નિરંજન વસાવા પર માનહાનીના કેસની નોટિસ પણ મોકલી છે અને જણાવ્યું હતું કે કરેલા ખોટા આક્ષેપ પુરવાર નહીં કરે તો કાનૂની કાર્યવાહી થશે.આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવાને આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે? એવો સવાલ નર્મદા ભાજપ પ્રમુખે ઉઠાવ્યો હતો.
વધુમાં નિરંજન વસાવાએ વિડિઓ મુક્યો છે જેમાં જાહેર માં ડિબેટ કરવાની વાત કરી છે જે ભાજપ પ્રમુખ નિલ રાવે સ્વીકારી હતી. અને જણાવ્યું હતું કે નિરંજન વસાવા તારીખ સમય અને સ્થળ બતાવે જાહેરમાં ડિબેટ કરવાની મારી પુરી તૈયારી છે.
નીલ રાવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો કોઈ દિવસ દબાવવાના નથી.નિરંજન વસાવાએ રેલવેની જમીન માં દબાણ કર્યું છે.જો એની સામે કાર્યવાહી નહિ થાય તો ભાજપ પ્રમુખ નીલ રાવે કહ્યું કે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશ.ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો જેને કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
નિરંજનનો બીજો ભાઈ હાર્દિક સામે 2015માં રાજપીપલા માં 4.5 લાખ રૂપિયા નો દારૂનો કેસ માં ફરિયાદ થઈ હતી અને બીજો ભાઈ ભદ્રેશ સામે પણ ઘણી ફરિયાદો થઈ
વધુમાં આપ પ્રમુખનાં કરતુતો નો પરદા ફાશ કરતાં નીલ રાવે જણાવ્યું હતું કે નિરંજન વસાવા સામે પોતે 10 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં રેતી અને હપ્તા ઉઘરાવવા બદલ ACB કેસ પણ સામેલ છે.
નિરંજન વસાવાએ રેલવેની જમીન પર અતિક્રમણ કરીને હોટેલ બનાવી છે, અને તેની સામે રેલવે દ્વારા કેસ કરવામાં આવ્યો છે. રેલવેના માપણી રિપોર્ટમાં પણ આ દબાણની પુષ્ટિ થઈ છે.નિરંજન વસાવા સરપંચ તરીકે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી સાર્વજનિક શૌચાલય બનાવવાના બદલે પોતાની હોટેલના ઉપયોગ માટે રેલવેની જમીનમાં શૌચાલય બનાવ્યા છે.નિરંજન વસાવા વિજળી ચોરી કરતા પણ પકડાયા છે. તેમની હોટેલ અને ઘર પર વિજળી ચોરીની ફરિયાદ થયેલી છે.ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયા હતા, જ્યારે ટ્રક પલટી મારી હતી ત્યારે અનાજની બોરીઓ ચોરી કરીને ભાગી ગયા હતા.
નીલ રાવે નિરંજન વસાવાને તેમની હોટેલની બહાર કરેલા માટી પુરાણની રોયલ્ટીના પૈસા સરકારમાં ભર્યા છે કે નહીં તે સાર્વજનિક કરવા પડકાર ફેંક્યો હતો.નીલ રાવે નિરંજન વસાવાને તેમની ગ્રેજ્યુએટ ડિગ્રી પણ સાર્વજનિક કરવા જણાવ્યું છે, કારણ કે તેઓ સાર્વજનિક જીવનમાં છે.ભાજપના સિનિયર નેતા અને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા વિશે નિરંજન વસાવા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને નીલ રાવે ખૂબ જ નિંદનીય ગણાવી હતી
નીલ રાવે ચેતવણી આપી છે કે જો પ્રશાસન કાર્યવાહી નહીં કરે તો ભાજપ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

