એકતા નગર ખાતે ચાલતી ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરોની 6 દિવસથી હડતાળ ચાલે છે ત્યારે વાટા ઘાટો છતા પણ કોઇ નિરાકરણ ન આવતા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા હડતાળ પ્રશ્ને તેમના સમર્થનમાં એકતા નગર પહોંચ્યાહતાં.

અને ડ્રાઈવરો સાથે હડતાળ પર બેઠા હતાં ચૈતર વસાવા. અનેબસ સંચાલકને તું તાં કહી તતડાવી નાખ્યા હતાં. સરખો જવાબ ન આપતાં ચૈતર વસાવાએ બસ વિભાગના કર્મચારી સાથે ચર્ચા કરી ખખડાવ્યાહતાં.
એક પણ ઇલેક્ટ્રિક બસ ન ચલાવી જોઈએ તેમ ચૈતર વસાવાએ બસ સંચાલકને કહી તત ડાવ્યા હતાં.
ચૈતર વસાવાએ બસ સંચાલકને કહ્યું હતું કે તારી હોશિયારીઓ તારી પાસે રાખ,આ લોકોના પ્રશ્નનો નિકાલ લાવબધી હોશિયારી તારી ઉતારી દઈશ, રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે ને તમારા જેવા કંપની વાળા અમારા આદિવાસીઓનું શોષણ કરે?તેં કેમ ચાલે?કર્માચારીઓ આવી અમને ગોળ ગોળ જવાબ આપે છે?
બસ સંચાલકે કહ્યું હતું કે 1 મહિનાનો સમય જોઈએ છે.
પણ ધારાસભ્યએ કહ્યું એક મહિનો પણ આપીએ પણ પગાર વધારવાના હોય તોએમ કહી ડ્રાંઇવર ની પગાર વધારાની માંગ ને સમર્થન કર્યું હતું
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

