NARMADA : ટ્રાફીક નિયમનાં ભંગ બદલ કેસ કે દંડ નહીં કરવાના બહાના હેઠળ એન્ટ્રી ફી ના રૂા.પ૦|-ની લાંચ લેવાના ગુનામાં આરોપી ને૩(ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા

0
43
meetarticle

ટ્રાફીક નિયમનાં ભંગ બદલ કેસ કે દંડ નહીં કરવાના બહાના હેઠળ એન્ટ્રી ફી ના માત્ર રૂા.પ૦|-ની લાંચ લેવાના ગુનામાં આરોપી ને૩(ત્રણ) વર્ષની સખ્ત કેદની સજાનર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે ફટકરતાં 50 રૂ ની લાંચ આરોપી ને ભારે પડી ગઈ હતી

આરોપી કંચનભાઈ રૂપજીભાઈ વસાવા રહે.વડીયા ચોથુ ફળીયું
તા.નાંદોદ, નોકરી– જીલ્લા હોમગાર્ડઝ નર્મદા, રાજપીપળા નાઓને ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમ,૧૯૮૮ કલમ– ૭,૧૩(૧)(ઘ),૧૩(૨) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની
ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહીલની ધારદાર દલીલો અદાલતે
ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સી. સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબે આરોપીને લાંચ-રૂશ્વત લેવા
કરવાના ગુના સબબ તકસીરવાન ઠેરવી આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમ,૧૯૮૮ કલમ– ૭
મુજબના શિક્ષાને પાત્ર ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ. કલમ-૨૫૮(૨) અન્વયે
તકસીરવાન ઠારવીને ૩(ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૨,૫૦૦/- નો દંડ અને જો દંડ ના
ભરે તો વધુ ૧(એક) માસની સાદી કેદની સજા તથા ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમ,૧૯૮૮ કલમ–
૧૩(૧)(ઘ) સાથે કલમ- ૧૩(૨) મુજબના શિક્ષાને પાત્ર ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ.
કલમ–૨૫૮(૨) અન્વયે તકસીરવાન ઠારવીને ૪(ચાર) વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫,૦૦૦|-
નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ ૨(બે) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં રાજુભાઈ ભોળાભાઈ રામાણી ૨હે. , સરથાના જકાતનાકા સુરત ટ્રકો મારફતે બોડેલી
ઓરસંગ નદીમાંથી રેતી ભરી સુરત ખાતે લઈ જવાના કાર્ટીંગનો ધંધો કરતા હોય, તેઓની ટ્રકો રેતી
ભરી નર્મદા તથા ભરૂચ જીલ્લામાંથી પસાર થતી હોય ત્યારે રોડ પર ફરજ બજાવતા ટ્રાફીકના પોલીસ
કર્મચારીઓ,હોમગાર્ડ/જી.આર.ડી. તથા તેઓના વચેટીયાઓ થકી આવા ભારવાહનો રોકી વાહન
ચાલક પાસેથી ટ્રાફીક નિયમનાં ભંગ બદલ કેસ કે દંડ નહીં કરવાના બહાના હેઠળ એન્ટ્રી ફી ના
રૂા.પ૦|- થી લઈ રૂા.૧૦૦/- સુધીની લાંચની રકમ માંગી પકડેલ છે. અને કોઈ પણ જાતની
કાયદેસ૨ની કાર્યવાહી કર્યા વગર વાહનો જવા દે છે તેવી રજુઆત કરેલી.

જેથી પો.ઈન્સ. બારોટે
વોઈસ રેકોર્ડરનો ઉપયોગ
કરી લાંચના છટકાંનું આયોજન કરતાં આક્ષેપિત કંચનભાઈ રૂપજીભાઈ વસાવા હોમગાર્ડ સાથે લાંચની
લેતી દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા. ૫૦/– ની માંગણી કરી, સ્વીકારી, લાંચના
ડીકોય છટકા દરમ્યાન પકડાઈ ગયા હતા

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here