નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે તરોપા ગામે મહિલા પર હુમલો કરનાર શખ્સ આરોપી.પ્રવિણભાઈ ૨મેશભાઈ વસાવા રહે. તરોપાને ખૂન કરવાની કોશિશ કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત પ્રમાણે ગામ તરોપા ગામે ફરીયાદી બેન નામે કૈલાશબેન પ્રદીપભાઈ વસાવા પોતાના ઘરના આંગણામાં બાંધેલ ભેંસોને ઘાસ-ચારો નાખતી હતી તે વખતે ગામનો આરોપી પ્રવિણભાઈ રમેશભાઈ વસાવા ફરીયાદી બેન નામે કૈલાશબેન ના ઘરે આવી
ફરીયાદી બેન નામે કૈલાશબેનને કહેતો હતો કે, તુ કેમ મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી, તને
આજે મારી નાખીશ. તેમ કહી ફરીયાદી બેન કૈલાશબેનને મારી નાખવાના ઈરાદે આરોપી
પ્રવિણભાઈ ૨મેશભાઈ વસાવાએ પોતાના હાથમાના લોખંડના કોઈતા વડે પરણીત સ્ત્રી નામે
કૈલાશબેનના ડાબા હાથે,ખભાના નિચેના ભાગે તથા માથાના ભાગે તથા ગળાના ભાગે જીવલેણ
ઈજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી ગુન્હો કરેલ.
આ ગુનામાં ઈ.પી.કો. કલમ ૩૦૭ મુજબ ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. ૫૨મા૨ ની ધારદાર
દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સી. સેસન્સ જજ શ આર.ટી.પંચાલ સાહેબે ૧૦(દસ)વર્ષની સખત કેદની સજા અને આરોપીને રૂ.૫૦૦૦/– નો દંડની સજાતથા દંડ ન ભરે નો ૬ માસની વધુ સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
REPOTER :દીપક જગતાપ,રાજપીપલા

