ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ જ છે. આ વખતે ઝડપાયેલો વ્યક્તિ કોઈ સામાન્ય નહીં પરંતુ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ નિરંજન વસાવાનો સગ્ગો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા છે.
ભરુચના સાંસદ મનસુખ વસાવાના AAP પર પ્રહાર સામે આવ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે, ચૈતર વસાવાના અનેક માણસો દારુનો ધંધો કરે છે, પાંચ પેટી દારુ હતો જે સગેવગે કરી દેવામાં આવ્યો છે અને પોલીસના નામે માછલા ધોવા અને બીજુ બાજુ ધંધો કરવો, AAPના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે, આપના કાર્યક્રમમાં દારુ પીને નાચવામાં આવે છે.
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, AAP જિલ્લા પ્રમુખ લોકોને ધમકાવી પૈસા પડાવે છે, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયો જે બાબતે સાંસદ મનસુખ વસાવાનુ વધુમાં કહેવુ છે કે, માત્ર 11 બોટલ મળી છે પણ 5 પેટી દારૂ હતો જે સગેવગે કરી દેવામાં આવ્યો છે , ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક માણસો દારૂ નો ધંધો કરે છે, એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલાં ધોવે છે આ એક પ્રકારનો સ્ટંટ છે .

આમ આદમી પાર્ટી લોકોને દારૂ પીવડાવવાના અને વેચવાના જ ધંધા છે : મનસુખ વસાવા સાંસદ
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, નિરંજન વસાવાને હોદ્દાના રુહે પોતાની હોટેલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી દીધું છે,
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો કોઇ આવક નથી તો આટલું મોટું આલીશાન મકાન અને હોટલ બે નંબરના ધંધા કરીને જ બનાવવામાં આવી છે, આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે, ડેડીયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા એ પણ અધિકારી ઓને ધમકવાતો ઓડિયો વાયરલ થયો હતો જે વાયરલ ઓડિયોમાં પૈસાની માંગણી કરતો હતો.
