NARMADA : પોઇચા ખાતે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ 2026 અંગે યુવા સંમેલન યોજાયું

0
53
meetarticle

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026ની સાચી અને વિસ્તૃત સમજ યુવાનો સુધી પહોંચાડવા પોઇચા ખાતે વિશેષ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી બજેટના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું.

આ સંમેલનમાં જિલ્લા મહામંત્રી આશિષ પટેલ, જિલ્લા મંત્રી શ્રવણભાઈ તડવી, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદભાઈ વસાવા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોન્ટુભાઈ તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડૉ. ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ પોતાના સંબોધનમાં કેન્દ્રીય બજેટ 2026માં યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સ્વરોજગાર, કૃષિ, આદિવાસી વિસ્તારોના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી સંબંધિત વિવિધ જાહેરાતો વિશે વિસ્તૃત માહિતી આપી. તેઓએ જણાવ્યું કે આ બજેટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવતું અને યુવાનોને નવી તક-સંભાવનાઓ પૂરું પાડતું છે.

આશિષ પટેલે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક યુવાન સુધી પહોંચાડવો પાર્ટીનું મુખ્ય ધ્યેય છે. શ્રવણભાઈ તડવીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર માટેની યોજનાઓ અંગે વિગતવાર સમજ આપી. હર્ષદભાઈ વસાવાએ યુવાનોને સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા અને નવી ઔદ્યોગિક નીતિથી ઉભી થતી તકનો લાભ લેવા પ્રેરિત કર્યા.
જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોન્ટુભાઈએ યુવાનોને સંગઠન સાથે જોડાઈ વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું, જ્યારે ડૉ. ધવલ પટેલે બક્ષીપંચ સમાજ માટેની યોજનાઓ અને બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમ અંતે યુવાનો સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું અને બજેટ અંગે ઉઠેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ ઉર્જાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here