NARMADA : મનસુખ વસાવાએપત્રકાર પરિષદમાં ફોડ્યો લેટર બૉમ્બ

0
26
meetarticle

સંસદ મનસુખ વસાવાને વધુ એક લેટર મળ્યો છે. જે લઈને પત્રકાર પરિષદમાં આવી લેટર બૉમ્બ ફોડ્યો. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતીહોઈ ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોઈ મોટા નામનો પણ ઉલ્લેખ કરતાં ખળ ભળાટ મચી ગયો હતો.


સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે છે આંકડા સાથે ઉઘરાણી કરેલનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે..આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી.તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ એ લોકોને ખવડાવી નાખ્યા હતા .

સાંસદે જણાવ્યું કે મેં તપાસ કરી છે.આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાયા છે.ગરૂડેશ્વર ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માગી તોડ કર્યો છે. દોઢ કરોડનો તોડ થયો છે સરકારી જમીનમાં દબાણ કરનારા હોય તેમને પૈસા આપ્યા છે…વધુમાં ઘટ સ્ફોટ કરતાં જણાવ્યું કેજેમણે જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે મેં તેઓને પણ પૂછ્યું પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું….પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે

અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે.
આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે ભાજપના હશે કે કોંગ્રેસના હશે કે આપના હશે એની તપાસ હું પૂરેપૂરી કરીશ અને ઉપર સુધી આ વાત પહોંચાડીશ એમ મનસુખ વસાવા એ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક વાત ચોક્કસ છે કે આ ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા કોઈ નથી બોલતાતે બધા સંડોવાયેલા છે એ વાત પણ ચોક્કસ છે હું પૂરેપૂરી તપાસ માગીશ
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અમિત શાહ સુધી સાંસદ કરશે એમ જણાવ્યું હતું

REPOTER :દીપક જગતાપ, નર્મદા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here