રાજપીપલામા નાના બાળકો માટે ના અડકો દડકો ગરબા મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

જેમાં ઓપરેશન સિંદુરનો ગરબો ગવાતા આ ગરબાએ લોક આકર્ષણ જમાવ્યું હતું. જેમાં નાની બાલિકાઓ અને નાના બાળકો ઓપરેશન સિંદુર ના ગરબા પર ગરબા રમ્યા હતા

રાજપીપલામાં છેલ્લા 18 વર્ષથી અડકો દડકો ગરબા મહોત્સવ બાળકો માટે ગરબાનું આયોજન કરતું આવ્યું છે.આ પેહલા ગણેશ મહોત્સવ માં પણ આ ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદુર ની થીમ પર ગણેશજી ની પ્રતિમા બેસાડી હતી

ખાસ કરીને રાષ્ટ્રભક્તિ બાળકોમાં જાગે તે સંદર્ભે ગરબા શરૂ થતાં પેહલાઅહીં રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવે છે. બાળકો હોંશે હોંશે આ ગરબામાં ભાગ લઈ રહ્યાં છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

