આજે રાજપીપલા કલેકટર કચેરીમાં સંકલન બેઠક તોફાની બની હતી. ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા સંકલન બેઠકમાં અધિકારીઓ પર વરસી પડ્યા હતાં અને અધિકારી ઓનો રીતસર નો ઉધડો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો.

જેમાં જંગલ ખાતા નાં અધિકારીઓ અંગે સાંસદે મીડિયાં સમક્ષ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ sou નાં અને નર્મદાનાંડીએફઓ વિચિત્ર પ્રકાર નાં પ્રાણીઓ છે. કોઈને કોઈ પ્રકારનાં બહાના કરી વિકાસ નાં કામો અટકાવી દે છે. ત્યારે આફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ પોતાની માનસિકતા બદલેસાંસદે અધિકારીઓને ક્રેક મગજના હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.શું તમે લોકો અધિકારીઓ આદિવાસીનાં વિરોધી છો.?એમ કહીસાંસદ મનસુખ વસાવા સંકલન બેઠક માં અધિકારીઓ પર વિફર્યા હતાં
રસ્તા બાબતે સાંસદે જણાવ્યું કે
ન્યાય જોઈએ અમને રસ્તાઓ અટકાવી દીધા છે.કઈ રીતે વિકાસ નાં કામો અમારે કરવાના?. સંકલન માં ચર્ચાતા પ્રશ્નો વર્ષો સુધી પ્રશ્નો ઉકેલાતા નથીએવો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં બસ ચાલકો ની હડતાળ અને ફોરેસ્ટ એરિયાના રસ્તાઓ નું કામ અટકાવતા નેતાઓ વિફર્યા હતાં. અનેઅધિકારીઓ ભાજપના નેતાઓને ગાંઠતા નથી તેઓ સવાલ પૂછતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતાંસાંસદે કહ્યું હતું કે જિલ્લા સંકલનની બેઠકોમાં સવાલો પુછાય છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી.સ્ટેચ્યુ ઓફ વિસ્તારમાં કામ કરવા બાબતે કોઈ રોકટોક ફોરેસ્ટ કરતું નથી
સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં બસ ચાલકો ની હડતાળ અને ફોરેસ્ટ એરિયાના રસ્તાઓ નું કામ અટકાવતા નેતાઓ વિફર્યા હતાં. અનેઅધિકારીઓ ભાજપના નેતાઓને ગાંઠતા નથી તેઓ સવાલ પૂછતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતાંસાંસદે કહ્યું હતું કે જિલ્લા સંકલનની બેઠકોમાં સવાલો પુછાય છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી.સ્ટેચ્યુ ઓફ વિસ્તારમાં કામ કરવા બાબતે કોઈ રોકટોક ફોરેસ્ટ કરતું નથી
ડેડીયાપાડા અને સાગબારામાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના રસ્તાઓ રાજ્ય સરકારમાંથી મંજૂર થયા છે
૨૯ કરોડ ખર્ચે જંગલ વિસ્તારના રોડ રસ્તા ના કામો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ ભૂમિ પૂજન કર્યું હતું
જેનું કામ ફોરેસ્ટ તમામ કામો અટકાવી દીધા છે.કોન્ટ્રાક્ટ ના સાધનો જપ્ત કરી લીધા છે. એમ સાંસદે જણાવ્યું હતું.
કેવડિયા છ ગામના પ્રશ્નો વળતર ને માગો છે જેનો ઉકેલ લાવવો જોઈએ એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો
જયારે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો છે.જિલ્લા સંકલન અમે અવારનવાર પ્રજાના પ્રશ્નો પૂછીએ છે પરંતુ ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી પોતે ટાઇમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે..સંકલન સમિતિ માં સાંસદ ધારાસભ્ય દુઃખી થઈ જશે થઈ જશે એવું કંઈ કોરમ પૂરું કરે છે
અમે બધાએ આક્રમકતાથી રજૂઆત કરી છે.જંગલ વિભાગના અધિકારીઓ માઈ બાપ હોય તેવું વર્તન કરે છે. આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા હશે તો આમની સાથે એ ભાષામાં પણ અમે વાત કરતા તૈયાર છેએમ ચૈતર વસાવા એ પણ અધિકાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતોવડોદરા જિલ્લામાં પાંચ ધારાસભ્યો ગંભીર બાબત લોકશાહી નું હનન થાય છે… ચૂંટાયેલા પ્રતિનિધિ ની વાત માનતા નથી.
જોકે ધારાસભ્ય ચૈતર વસાવા દવારા 75 લાખની કરેલી માંગણી પ્રકરણનાં મુખ્ય બન્ને સૂત્રધારો કલેકટર સંજય મોદી અને કાર્યપાલક ઈજનેર સતીશ મોદીની ગેરહાજરી સૂચક બનીહતી. તેમજ
નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પણ ગેરહાજરી સૂચક બની હતી. જોકે આજે
કલેકટરની ગેરહાજરીમાં ડીડીઓની અઘ્યક્ષતામા સંકલન બેઠક યોજાઈ
હતી.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

