રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગેરહાજર નેતાઓ, પદાધિકારીઓનો ઉધડો લીધો હતોજેમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.કિરણ પટેલ, કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકળાયા હતા. અને જાહેર માંનારાજગી વ્યક્ત કરતાં સભામાં સોપો પડી ગયો હતો.

સાંસદે શિક્ષણ બાબતે ટિપ્પણીઓ કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર નથીરહ્યાં જેથી સાંસદે ટકોર કરી કહ્યું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા?
તો ધારાસભ્ય નાંદોદ અને ડેડીયાપાડા ના ધારાસભ્ય પણ હાજર નથી રહ્યાં તે બાબતે પણ સાંસદ અકળાયા હતા.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદ ના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ની ગેરહાજરી ની જાહેરમાં નોંધ લઈ જાહેર મંચ પરથી ઝાટકણી કરીહતી અને કહ્યું હતું કે ચૈતર વસાવા આખા ગુજરાત માં ફરે છે તો પોતાનું ઘર સાચવો ને,ગુજરાત માં શુ ફર્યા કરે છે?જયારે
પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી પણ હાજર નથી રહ્યાં તો એવું નહિ ચાલે આવવું પડે આવા કાર્યક્રમમાં.એવી સાંસદે ટકોર કરીહતી.મેં મારો એક કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી છે કારણકે બાળકો ને પ્રત્સાહીત કરવાના હતા.
ગામડાની શાળાઓએ તાલુકામાં નંબર લાવી ને અહીંયા ભાગ લીધો છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તો ધારાસભ્ય, જિલ્લા શિક્ષણાધિકારી હાજર નથી આવું નહિ ચાલે.
મારે જે કહેવાનું હોઈ તે હું કહી જ દવ છું ભલે અમારી સરકાર છે.
નર્મદા જિલ્લો એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે જાહેર થયો છે જે બાબતે સાંસદે કહ્યું મને અંગ્રેજી શબ્દ નથી ખબર એટલે હું અતિપછાત જિલ્લો કહું છું.હું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા કાર્યક્રમમાં. ગુજરાતમાં બે અતિ પછાત જિલ્લા છે દાહોદ અને નર્મદા છેલ્લા 4 5 વર્ષથી અમારા જેવા લોકો બોલે છે જેને લીધે રિઝલ્ટ માં પણ સુધારો થયો છે.નર્મદા જિલ્લો નંબર 1 પર હોવો જોઈએ.નર્મદા જિલ્લાને પેહલા મીની વિદ્યાનગર કહેવામાં આવતું હતુંપણ આજે
શિક્ષણના ક્ષેત્રે કોઈક કારણસર નર્મદા જિલ્લાનું પરિણામ ઓછું આવતું થયુ છે.
નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે જેનું કારણ અમારા જેવા નેતાઓ ને જ કારણે છે.બાળક 10 માં ધોરણ માં આવે ત્યારે વાલીઓ કાળજી રાખે છે ત્યારે તો પાણી વહી ગયું હોય છે.
અમારી સલાહ અને માર્ગદર્શન ના કારણે કેટલાય લોકો સારી પોસ્ટ પર પહોંચ્યા છે.મેડિકલ કોલેજ અહીંયા ચાલે છે જેમાં NIIT ની પરીક્ષા કેટલી અઘરી છે એ ખબર છે.શિક્ષણ બાબતે મારે જે કહેવાનું હોઈ તે હું કહું જ છું.પ્રાથમિક શાળા ને મજબૂત કરવાની સરપંચોની જવાબદારી છે.
બી એલ ઓ બાબતે સાંસદે કહ્યું કે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે? હા અમને પણ ખબર છે કે તકલીફ પડી રહી છે.ચૂંટણી માટે નો કાયદો બધે સરખો હોય.
ખોટા મતદારોને કાઢવા તો પડશે ને એટલે SIR નો કાર્યક્રમ કરવો પડે.
હું મુસ્લિમોનો વિરોધી નથી.ખોટા મતદારો ને કાઢવા માટેનો કાર્યક્રમ છે મનસુખ વસાવા તો બોલશે જ.SIR નું કામ અઘરું છે પણ કામ તો કરવું પડશે ને પગાર તો બધાને સરખો જ મળે છે. મેં પુરુષો કરતા મજબૂતાઈ થી કામ કરતા બહેનોને જોયા છે
ટ્રમ્પ હાંફળા ફાફળા થઈ ગયા છે મોદી સાહેબના કારણે દેશઆગળ વધી રહ્યો છે. દેશને અમેરિકા અને ચીનની હરીફાઈ માં લઈ જવુ છે.
લંડનમાંથી દેશને તોડવા માટેના પૈસા પંજાબ માં આવે છે.મોદી સાહેબનો સમય જ્યારે પૂરો થશે ત્યારે એમના જેવા 5 મોદી તૈયાર કરી ને જવાના છે.
સાંસદે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે હાઈસ્કૂલમાં આવતા બાળકો ને વાંચતા લખતા નથી આવડતું.સ્પર્ધાત્મક પરીક્ષામાં વસાવા અને રાઠવા આગળ નથી આવતાઆ સમાજ સ્ટાર બેન્ડમાંથી આગળ નથી આવતો. આખી રાત નાચે. એટલે અંદર કઈ ગયું હોય (દારૂ) એટલે નાચે છે.પ્રાયમરી કક્ષાએથી વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું જરૂરી છે
આપણે નમાલા બની ને નથી રહેવાનું આ અમેરિકા જમાદારગીરી કરે છે તેની સામે ઊભા રહેવાનું છે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

