જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત અનેસ્વ. રત્નસિંહજી મહિડા સાહેબની સ્મૃતિમાં, શ્રી અલ્કેશસિંહ.જે. ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ,
લક્ષમ હોન્ડા રાજપીપલા, તેમજ લક્ષ્ય ટ્રસ્ટ, રાજપીપલા,ગિરિરાજ ઇન્ટર નેશનલ સ્કૂલ, વડિયા, રાજપીપલા પ્રાયોજીત. નવરાત્રી શેરી ગરબા મહોત્સવ માં શેરીગરબા હરીફાઈ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજેલ છે

જે તારીખ : 23.09.2025 વાર : મંગળ વાર, સમય સાંજે 6.30 કલાકે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ, રોયલ સન સીટી પાછળ, વડિયા, રાજપીપલા ખાતે આયોજન કરેલ છે. જેમાંસમારંભના અધ્યક્ષ તરીકે મનસુખભાઈ વસાવા (સાંસદશ્રી, ભરૂચ),સમારંભના મુખ્ય મહેમાનોમાં ડૉ. દર્શનાબેન દેશમુખ : ધારાસભ્ય, નાંદોદ,
ઘનશ્યામભાઈ પટેલ : ચેરમેન – નર્મદા સુગર,ધારીખેડા, દૂધધારાડેરી, ભરૂચ પી. ડી. વસાવા : પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને(પ્રમુખ : ભ.જી.આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ,
રાજપીપલા), ભીમસિંગ ભાઈ તડવી,પ્રમુખ:જિલ્લા પંચાયત, નર્મદા તથાસમારંભના અતિથિ વિશેષમાં શ્રીમતિ ધર્મિષ્ઠાબેન પટેલ પ્રમુખ – રાજપીપલા નગરપાલિકા નીલ રાવ, પ્રમુખ:નર્મદા જિલ્લા ભાજપ, કુલદીપસિંહ ગોહિલ : કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ
: રાજપીપલા નગરપાલિકા),
ડૉ. વિનોદ કૌશિક, ચેરમેન:ઇનરેકા સંસ્થાન, ડેડીયાપાડા, યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ : ચેરમેન – લક્ષ્યટ્રસ્ટરાજપીપલા, ઇન્ટેક ચેપ્ટર, નર્મદા તથા દિલીપભાઈ શેઠ, ચેરમેન:ગિરિરાજ ગ્રુપ ઓફ સ્કૂલ ખાસ ઉપસ્થિત રહેશે. મહાનુભવોની ઉપસ્થિતી માં શેરી ગરબા હરીફાઈ માં વિજેતાપ્રથમ ત્રણ ટીમને રોકડ ઇનામ, ટ્રોફી, પ્રમાણ પત્ર તથા ભાગ લેનાર દરેક બહેનોને લ્હાણી આપવા માં આવશે.

આજના ઝાકમઝોળ ટ્રેડિશનલ ગરબાની રમઝટ માં આપણી સંસ્કૃતિના ઓરિજિનલ શેરી ગરબા લુપ્ત ના થઈ જાય અને રાજપીપલા માં શેરી ગરબાઓ જીવંત રહે તે માટે ખાસ શેરી ગરબાનું સુંદર આયોજન કરેલ છે.

અને નવી યુવા પેઢી દીકરીઓ શેરી ગરબાનુ મહત્વ સમજે એ માટે દીકરીની નજર સામે શેરી ગરબાનો થીમ રાખેલ છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

