NARMADA : રાજપીપલા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિર ના જુના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા ચકચાર

0
37
meetarticle

રાજપીપલા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિર ના જુના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.


તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડા ના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. જોકે આ જર્જરીત મકાનમાંથી મળી આવતા ઘણા જુના ચામડા હોવાનું પ્રાથમિક તારણ જણાયું છે.

મંદિરના ટ્રસ્ટી પંકજ વ્યાસ દ્વારા સફાઈ કામ કરતી વખતે પેટી ખોલતા ચામડા જણાતા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં હતી.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મન્દિર ખાતે જઈને તપાસ કરી હતી અને પેટી સહીત ચામડા નખ જપ્ત કરી તેનો કાયદેસરનો પંચ કયાસ કર્યો હતો.
તપાસ માં 37 વાઘ ના ચામડા આખા, 4 ચામડા ના ટુકડા અને 133 જેટલા વાઘ ના નખ મળી આવ્યા છે.જોકે ફોરેસ્ટ વિભાગ ને શંકાસ્પદ લાગતા એફ એસ એલ લેબોરેટરિમા માં નખ અને ચામડું મોકલી આપવામાં આવ્યું છે.

રાજપીપલા વન વિભાગની કચેરીએ ફોરેસ્ટ અધિનિયમ હેઠળ (તસ્કરી) નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
જોકે આ ચામડું 35 વર્ષ થી વધુ થયા હોયએવું આ જગ્યા પર હતું એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યું હતું.

અહીંયા મંદિર માં રહેતાં મહારાજ નું 7-7-2025 ના રોજ દેવલોક પામ્યા છે.જોકે આ ચામડા અને નખ મહારાજ જ્યાં રહેતા હતા એ રૂમમાંથી જ મળી આવ્યું છે.હાલ તોવનવિભાગ મંદિરના નિધન થયેલ મહારાજ સાથે કોણ કોણ સંપર્ક માં હતા એની તપાસ ચાલુ કરી છે
તપાસ માં મોટા માથા નિકળે એવી આશા લાગી રહી છે.મંદિર ના ટ્રસ્ટી ના કહેવા મુજબ મહારાજ માધ્યપ્રદેસ ના હતાની વાત બહાર આવી છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here