NARMADA : રાજપીપળા કોલેજનું કેમ્પસ બન્યું ડ્રગ્સ મુક્ત કેમ્પસ

0
27
meetarticle

અમદાવાદ ખાતે 2 જાન્યુઆરીથી NSUI દ્વારા એક કેમ્પઈન ની શરૂઆત થઈ હતી.જેનું નામ”ડ્રગ્સ મુક્ત કેમ્પસ” નામ આપવામાં આવ્યું હતું.જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતની મોટી કોલેજોમાં વિદ્યાર્થી ઓના જીવનને બચાવવા માટે NSUI દ્વારા વિવિધ જિલ્લા માં વિવિધ કોલેજો માં જઈ રહી છે ત્યારે આ ગુજરાતની યુવાધનને ડ્રગ્સ નશાથી બરબાદ થતા બચાવવા માટે ગુજરાત પ્રદેશના NSUI ના પ્રમુખ નરેન્દ્ર ભાઈ સોલંકી ની આગેવાની હેઠળ આજે રાજપીપલા ની એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને NSUI નાં આગેવાનોની ઉપસ્થિતી માં રાજપીપલા કોલેજ માં NSUI નો સંકલ્પ ડ્રગ મુક્ત કેમ્પસ નો સંકલ્પ લેવડાવ્યા હતાં

આ પ્રસંગે નરેન્દ્રભાઈ સોલંકી,પ્રમુખ
ગુજરાત પ્રદેશ NSUI એ જણાવ્યું હતું કેગુજરાતમાં યુવાનોમાં દિવસે દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે એના ભાગરૂપે ગુજરાત એનએસયુઆઇ દ્વારા 2026 ના શરૂઆતના વર્ષમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો કે “એનએસઇયુ નો સંકલ્પ,ડ્રગ્સ મુક્ત સંકલ્પ ” અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતેથી 1500 થી વધારે ડ્રગ્સ કોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવી. અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો કે ગુજરાતમાં 200થી વધારે કેમ્પસમાં જઈ અને
ડ્રગ્સ મુક્તના અભ્યાનને વેગ આપવૉ અને અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી.

ત્યારે એના ભાગરૂપે આજે રાજપીપળામાં શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે એન એસ યુ આઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત સંકલ્પનાં યોજાયેલ કાર્યક્રમમાં આજની યુવા પેઢીને ડ્રગ્સમાંથી મુક્ત થવા માટેનું આહવાહન કરવામાં આવ્યું હતું

આજકાલ ડ્રગ્સ પેડલરો યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં ડ્રગ્સનું નેટવર્કિંગ ઉભું કરે છે.આ લોકોનો ટાર્ગેટ ૧૮ થી ૨૫ વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવાનો છે
છેલ્લા પાંચ વર્ષમાં રીહેબ સેન્ટર નો આંકડો ખૂબ જ ઓછો 12000 જેટલો હતો આજે 60 હજાર થી વધુ લોકો રીહેબ સેન્ટરમાં એની ટ્રીટ મેન્ટ લે છે.અને અને આજે લાખોની સંખ્યામાં ડ્રગ્સનું સેવન ગુજરાતમાં યુવાનો કરતા થઈ ગયા છે જે ચિંતાનો વિષય છે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here