નર્મદા જિલ્લાના જિલ્લા કલેકટર ખાતે રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી જેમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની અંદર આ મંદિર પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને જંગલના રસ્તાઓને બાબતે તો મુદ્દો ઉઠાવ્યો હતો સાથે સાથે કામગીરી એટલે કે BLO શિક્ષકો અને તેમને જે કામગીરી કરી પડે છે જે બાબતે પણ તેઓએ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે મંત્રીએ પણ આ બાબતે ખાસ સ્પષ્ટતા કરી હતી છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા રીપેરીંગ વહેલી તકે કરાઈ રહ્યું છે…અને મંત્રી એતો એવું કહી દીધું કે જે BLO ની કામગીરી છે એ તો એમની ફરજ છે. કે કામ તો કરવુંજ પડશે. મઁત્રીએ કહ્યું કે ધીમી ગતિએ કામ ચાલે છે. કામગીરી દરેકે કરવી પડતી હોય છે અને 7 ફેબ્રુઆરી સુધી માં મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે.

જયારે ચૈતર વસાવા એ રજૂઆત કરી મનરેગા ની કામગીરી શરૂ થાય તેમ જ અન્ય અન્ય રસ્તાઓ અને બસો માટે રસ્તાઓ બંધ છે જે શરૂ કરાય તેમજ ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરીની જે રજૂઆત છે જે બાબતે તેઓની વાત સાંભળવામાં આવે તેમ તેઓએ કહ્યું હતું
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

