નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની SBI બેંકના કેશ ઓફિસરે 1.93 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે વિરલ ચંદન DYSP નર્મદા એ જણાવ્યું હતું કેરાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર કૈલાશચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટસએપ ગૃપમાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવી રહયું છે. આ બાબતે તપાસ કરવામાં આવતાં આ એટીએમમાં 4.38 લાખ રૂપિયા હોવાનું જણાયું હતું. જયારે બેંકની સીસ્ટમમાં આ રમ 23.27 લાખ રૂપિયા બતાવતી હતી. બેંકના અધિકારીઓને શંકા જતાં અન્ય વિસ્તારોના એટીએમમાં રાખવામાં આવેલી રોકડ રક્મની પણ તપાસ કરવામાં આવી હતી.અન્ય એટીએમ માં 9,53,800 રૂપિયા મળી આવ્યા હતા

જ્યારે સિસ્ટમમાં 40,88,300 રૂપિયા બતાવતા હતા.આ બાબતે અગાઉના કેશ ઓફિસર બાંગમોય દેવદાસ ચક્રવર્તી, રહે વડોદરા. મૂળ રહે ઝારખંડ કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે બેંકના મેનેજરને ટેકનીકલ સમસ્યા હશે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો.

બાદમાં સ્ટેશન રોડના એટીએમ માંથી 2600 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 39,98,500 રૂપિયા તથા પોઇચા ખાતેમાં એટીએમ માં 3700 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 51,64,400 રૂપિયા બતાવતા હતા. બેંકના વિવિધ એટીએમમાં 1.93 કરોડ રૂપિયા સીસ્ટમમાં બતાવતાં હતાં પણ એટીએમમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતાં. જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે.

આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022 થી 27ઓક્ટોબર 2025 સુધી કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. હાલ તો રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
REPOTER : દીપક જગતાપ,રાજપીપલા

