નર્મદા જિલ્લામાં ચૈત્રમહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહીની નર્મદા પંચકોશી પરિક્રમા આગામી 19 મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે ત્યારે પરિક્રમા ને માંડ બેત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલો હંગામી પુલ અચાનક ધોવાઈ જતા તેમાં ગાબડું પડી જતા અધિકારીઓમા દોડધામ મચી જવા પામી છે .

એક મહિનો ચાલનારી આ
પંચકોશી પરિક્રમા માર્ગ માંહંગામી પુલનો કેટલોક
ભાગ આજે પાણી ના પ્રવાહ માં
ધોવાઈ જવા પામ્યો હતો.ઘણો ક્ષતી ગ્રસ્ત થયો છે ત્યારે હવે
આ હંગામી પુલ બનાવનાર એજન્સીઅને એની સાથે સબંધિત સરકારી વિભાગ પર જવાબદારી નક્કી કરીકડક પગલા લેવાની માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશીપરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથધરવામાં આવી રહી છે.થોડા દિવસપેહલા જ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરઆર.વી.વાળા સહિત જિલ્લાનાઅધિકારીઓએ પરિક્રમા રૂટનું અને
પરિક્રમા વાસીઓને સામે પાર જવા
માટે શહેરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલા હંગામી પુલ પર ચાલીને નિરીક્ષણ કર્યું હતું.હવે
નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ હંગામી પુલ ધોવાઈ જતાં અનેક
સવાલો પણ ઉઠી રહ્યા છે.અત્રે એ
ઉલ્લેખનીય છે કે પરિક્રમા દરમ્યાન
આ જ હંગામી પુલ પરથી હજારો
લોકો પસાર થાય છે ત્યારે તે સમયે જોઆ પુલ ધોવાયો હોત તો કેવી દુર્ઘટનાસર્જાઈ હોત તો શું થાત?સાથે સાથે કેટલીમોટી જાન હાનિ થઈ હોત?

નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા નદી બે વખત પાર કરવાની હોય છે જેમાં પ્રથમ વખત જ્યારે પાર કરવાની આવે છે જેમાં શહેરાવથી સામે તિલકવાડા જણાવવા માટે દર વર્ષે કામ ચલાઉ પુલ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કામ ચલાઉ પુલ બનાવવામાં આવે છે અને તાજેતરમાં જ આ કામનું નિરીક્ષણ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી પાણી છોડવાના કારણે ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી આવવાના કારણે કામ ચલાઉ પુલનો શહેરાવ તરફ ભાગ પર મોટું નુકસાન થયું હતું અને જેના વિડીયો અને ફોટા વીડિયોમાં વાયરલ થયા હતા. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે આ પુલનું કામ હજુ પૂર્ણ થયું નથી અને કામ અધૂરું હતું જ કે પાણી આવશે તેવી શક્યતાઓ હતી તો થોડું નુકશાન થશે તેમને એમ પણ કહ્યું કે પરિક્રમા પહેલા પુલ સંપૂર્ણ રીતે સુરક્ષિત સાથે બનીને તૈયાર થઈ જશે તેમ કહ્યું હતું ત્યારે બીજી તરફ રવિવારનો દિવસ હતો ત્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીના અધ્યક્ષ સ્થાને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મીટીંગ ની અંદર જિલ્લાના 10 થી 12 જેટલા ઉચ્ચ અધિકારીઓ રવિવારના રજાના મૂડમાં જ હતા આવ્યા ન હતા જાણવા મળેલી માહિતી અનુસાર મહત્વની મીટીંગ માટે જિલ્લા કલેકટર સંજય મોદી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ કેટલાક અધિકારીઓ ઉપસ્થિત ન હતા રહ્યા હતા જેને લઇને જિલ્લા કલેકટર સંજય મોદી ભારે ગુસ્સે થયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અધિકારીઓ જે ગેરહાજર રહ્યા છે જેઓની પાસે લેખિત જવાબ માંગવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે. ત્યારે રજાના દિવસે મીટીંગ મહત્વની હતી જેમાં જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત હતા પરંતુ અનેક અધિકારીઓએ ગુલ્લી મારતા જિલ્લાના કલેક્ટર સાંજે મોદી ભારે ગુસ્સે થયા હતા તેમ સૂત્ર દ્વારા જાણવા મળેલ છે ત્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા આ
આ વખતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ લાગી રહ્યું છે કે કેટલાક અધિકારીઓ સરકારના આયોજનને હળવાશમાં લઈ રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર આજે ગુસ્સે થયા હતાહવે જોવું રહ્યું કે તંત્ર આગળ કેવી રીતે કામ લેશે?
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

