મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્ર ના ઉપરવાસમા ભારે વરસાદ ને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારોથઈ રહ્યો છે.ગઈ કાલે ઓમકારેશ્વર 11 દરવાજા ખોલી 2 લાખ કયસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલ્યા હતા ત્યાર બાદ આજે 28 ઓગેસ્ટ નારોજ ફરીથી બીજી વાર 5 દરવાજા ખોલાયા હતા.
જેને કારણે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને આજ સવારે 8 કલાકથી સરોવર નર્મદા ડેમ ના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતા. હાલની ડેમના સપાટી 136.18 મીટર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે
આમ ઓવરફ્લો થવામાં માત્ર બે મીટર બાકી છે.
હાલ કુલ 95000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે.ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8676.80મિલિયન ઘન મીટર છે.હાલ નર્મદા ડેમ 91.72 % ભરાયો છે.તેથી ડેમને એલર્ટ મોડ પર મુકવામાં આવ્યો છે. જેને કારણેભરુચ, અને વડોદરા ના
કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
ડેમમાં હાલ પાણીની આવક 89541 ક્યુસેક નોંધાઈ છે
જયારે નદીમાં પાણીની જાવક 45363 ક્યુસેક છે.જયારે કેનાલમાં પાણીની જાવક
1613.00 ક્યુસેક નોંધાઈ છે
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 77 સે.મી. નો વધારો નોંધાયો છે.
નર્મદા માં પાણી છોડાતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે
આ પાણી નર્મદા ના ખેડૂતો માટે સિંચાઈ માટે અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદ રૂપ થયું છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




