ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદાડેમની સપાટી માં ધરખમ વધારોથઈ રહ્યો છે. મધ્ય પ્રદેશનાઉપરવાસમાંથી 4,93,363 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલી 4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં ખુલ્લા રાખવામાં આવ્યા છે.
ડેમમાં પાણીની જાવક 4,04,319 ક્યુસેક નોંધાઈ છે.હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાક માં 15 સેમી નો વધારો નોંધાયો છે.ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટરછે.
છે. તેથી હાલ નર્મદા ડેમ 81.52 ટકા ભરાયોનર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે.ડેમ સત્તાધીશોની ચાપતી નજર ડેમની વઘતી સપાટી પર છે.નર્મદા ડેમ માં હાલ પાણી નો જથ્થો 8077.90 MCM છે.ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લા ના કાંઠા વિસ્તારના 27 ગામો એલર્ટ કરાયાછે. ખાસ
ભરૂચના નીચાણ વાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા


