NARMADA : PM મોદી ફરી ૧૫ નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવશે

0
44
meetarticle

​વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૫મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે.


પીએમ મોદી ૧૫મી નવેમ્બરે સવારે ૮ કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ડેડિયાપાડા જવા રવાના થશે. ડેડિયાપાડા પહોંચીને તેઓ સૌપ્રથમ દેવમોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ સભાસ્થળ પર જનસભાને સંબોધન કરશે.
​ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે. આ વર્ષે બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ‘ન્યૂ ગુજરાત પેટર્ન યોજના’ હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. ૧૧૦૦ કરોડની ફાળવણી કરી છે.
​પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભાસ્થળ માટે મેદાન અને હેલિપેડ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.

બીજી તરફ હમણાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31મી ઓક્ટોબરે નર્મદામા એકતા નગર ખાતે સરદાર પટેલ ની 150મી જન્મજયંતીએ એકતા પરેડ ની ઉજવણી માં આવી ગયાં હવે 15 દિવસ માં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે.15 મી નવેમ્બરે પીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યાં છે. આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી જણાવાઈ રહી છે. વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે.

જોકે રાજકીય પંડિતો વડાપ્રધાન ની નર્મદા ની મુલાકાત ને જુદી રીતે મુલવી રહ્યાં છે. ડેડીયાપાડા નર્મદા જિલ્લા નો આદિવાસી વિસ્તાર છે. સાંસદ મનસુખ વસાવાનો પણ ડેડીયાપાડા અને સાગબારા આ બે તાલુકા સંસદીય વિસ્તાર ગણાય છે. તો બીજી તરફ ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે આપ પાર્ટી ના ચૈતર વસાવા ધારાસભ્ય છે. ડેડીયાપાડા વિધાનસભા ભાજપા પાસે નથી. અને વિરોધ પક્ષ તરીકે ચૈતર વસાવા પોતાના વિસ્તાર માં અને આદિવાસીઓમાં લોકપ્રિય નેતા ગણાય છે. ખાસ કરીને લોકો ના પ્રશ્નો ઉઠાવવામાં ખાસ રસ લેતા હોય છે. નર્મદા નું મનરેગા કૌભાંડ હોય કે આવકના દાખલા માટે ખોટા પ્રમાણપત્રો કૌભાંડહોય કે શિક્ષણ, આરોગ્ય,વગેરે ના પ્રશ્નો ઉઠાવે છે અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી ભ્રષ્ટાચાર અને ખોટા કામો ની પોલ ખોલી રહ્યાં છે. ચૈતર વસાવા અને આપ પાર્ટી ભાજપ માટે માથા નો દુખાવો બન્યો છે. ડેડીયાપાડા એટીવીટી. મિટિંગ માં તાલુકા પંચાયત પ્રમુખને ગ્લાસ વડે હુમલો કરવા તથા મહિલા ને અપ શબ્દો બોલવા ના પ્રકરણમાં બે મહિના જેલમાં જવુ પડ્યું હતું. હાલ ચૈતર વસાવા જેલમાંથી શરતી જામીન પર આવ્યા છે. એ શરતે કે એક વર્ષ સુધી પોતાના ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં જઈ શકશે નહીં. તેથી ચૈતર વસાવા હાલ ડેડીયાપાડા ની બહાર રાજપીપલા કે બીજેથી કામગીરી કરે છે. ત્યારે ચૈતર વસાવાની આદિવાસીઓ પ્રત્યે ની વધતી જતી લોકપ્રિયતાને નાથવા અને આગામી આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ટાણે ડેડીયાપાડા સાગબારા તાલુકા પંચાયત આપ ના હાથમા જતી ના રહે એ માટે ભાજપા એડી ચોટી નું જોર લગાવી રહી છે ત્યારે આ બેઠક બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગસમી બની ગઈ છે.ત્યારે 15મીએ વડાપ્રધાન નું ડેડીયાપાડા ખાતેનું આગમન પાછળ આ રાજકીય સમીકરણો જવાબદાર હોવાનું રાજકીય પંડિતો ગણાવી રહ્યાં છે. ચૈતર વસાવાના ગઢ માં ગાબડું પાડવા ની અને આગામી તાલુકા, જિલ્લા પંચાયત ની બેઠક કબ્જે કરવા ભાજપ ની રણનીતિ ના ભાગ રૂપે પીએમ નું આગમન સૂચક મનાઈ રહ્યું છે. એક તરફ સિનિયર સાંસદ મનસુખ વસાવા સહીત ભાજપી આગેવાનો ચૈતર વસાવા ના વધતા રાજકીય કદ ઘટાડવા વિકાસ ના કામો સહીત આપ સામે આકરા પ્રહારોકરી આપને માત આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે ચૈતર વસાવાની આદિવાસી ઓમાં વધતી જતી લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો જઈ રહયો છે ત્યારે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં વડાપ્રધાન ના આગમન પછી નવા રાજકીય સમીકરણો રચાય તો નવાઈ નહીં.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here