ભરૂચ : નર્મદા નદી સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી થાય એવી શક્યતા, તંત્ર દ્વારા જાહેર કરાયુ એલર્ટ !

0
118
meetarticle

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે…

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે..

રિપોર્ટર :સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here