રાજપીપલા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાંઆ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા.

સંકલન બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠકમાં હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિશે માહિતી માંગીહતી.નર્મદામાં એકતા પરેડ સહીત ગૌરવ યાત્રા,વિકાસ પર્વમાં કાર્યક્રમમાં જિલ્લાનાં અધિકારઓએ કેટલો ખર્ચ કર્યો તે બજેટની ધારાસભ્ય ચૈતર વસાવાએ માહિતી માંગી હતી.
જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારી ગેરહાજરહતા અને માહિતી અધૂરી આપી હતી.
તમામ શાખાઓમાંથી કરોડોનાં ખર્ચા થયા એની માહિતી માંગી પણ આપી નથી
ચૈતર વસાવાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો પછાત વિસ્તાર છે. સિકલસેલ એનેમિયાનાં લાભાર્થી ઓને ગ્રાન્ટ ન હોવાના કારણે સહાય મળી નથી, કુંવરબાઇ મામેરાની સહાય મળી નથી. અહીં કુપોષિત બાળકોના ફૂડ બીલ મંજૂર થતા નથી. ગ્રાન્ટ ન હોવાનું બહાનું કાઢે છે આ તમામ કાર્યક્રમમાંરૂ ત્રણ ત્રણ હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે.કરોડો રૂપિયાની ચા પીવડાવી છે 48 લાખ રૂ નું એક કાર્યક્રમમાં. પાણીનું બીલ બનાવ્યું છે.બસોના બીલ 6-6કરોડના મુકાય છે. સ્ટેજના બીલ10-10 કરોડ રૂપિયા છે. ટ્રાયબલ ના બજેટમાંથી કરોડો રૂપિયા વાપરે છે. કરોડોનો ખર્ચ કરી કાર્યક્રમના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે.
આ જ રીતે નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમો કરાશે તો
બાળકો માટે કુપોષણ કેવી રીતે પૂરું કરીશું?સિકલસેલ એનિમિયા કઈ રીતે દૂર કરીશું?શાળાઓના ઓરડાઓ કેવી રીતે બનાવી શકીશું? પ્રજાના પૈસે સરકાર દિવાળી કરે છે એનાથી અમે નારાજ છીએ ચૈતર વસાવા એ કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ આવા કાર્યક્રમો કરવામાં આવે છે અને તે આદિવાસી સમાજની ગ્રાન્ટ માંથી વાપરવામાં આવ્યા છે.આ ખર્ચ સરકારી નાણાં માંથી કરવામાં આવ્યા છે.એમણે એવું તો શું ખાધું ….ચિકન મટન કાજુ બદામ ખાધા? આદિવાસીઓ માટે વિકાસ ની ગ્રાન્ટ નથી આવતી અને આવા ખોટા કરોડોના ખર્ચ કરવામાં આવે છે.
આમ કરોડા નાં ખર્ચ મામલે ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી આમને સામને આવ્યા હતા.આજ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા ને કાયમ હવનમાં હાડકા નાખતા જ આવડે છે.આદિવાસીઓને કાયમ ગેરમાર્ગે દોરે છે..અને આ એની માનસિકતા છે જે બહાર આવવી જોઈએ.પોગ્રામ માં કોઈએ ચિકન મટન ખાધું નથી…દેશ પ્રધાનમંત્રી દેવમોગરા માતાજી ના દર્શન કરે અને દેશી દારૂ ચઢાવવો જોઈએ ….આ એની માનસિકતા જુવોએમ સાંસદ મનસુખ વસાવાએ મીડિયાં સમક્ષ જણાવ્યું હતું.દેશ માટે કાર્યકમ થયો છે તો સ્વાભાવિક છે ખર્ચ તો થવાનોજ.
સાંસદે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા એના કાર્યક્રમ માં સ્ટાર બેન્ડ લાવી લોકોને નચાવે એ શોભે છે? અને એના કાર્યક્રમમાં બહેનોને કહે મુઠ્ઠી વાળો અને અભભ..અભભ.. બોલો એવું બોલાવે છે. શું આ એના સંસ્કાર છે?અભભ.. અભભ… કરી સાંસદે ચૈતરની હસી ઉડાવી હતી.
આવું બોલાવી આદિવાસી ને કઈ દિશા તરફ લઈ જવા માગે છે?એમ જણાવતાંઆજે સાંસદ અને ધારાસભ્ય ફરી એક વાર આમને સામને આવ્યા અને એકબીજા પર વરસ્યા હતા.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા
