નવા ફળીયા રાજપીપલા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ, ગ્રાહકો એ હોબાળો મચાવ્યો હતો. જેમાં ઢોર પણ ના ખાય એવા સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ, કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ અંગેદુકાનદાર સાથે મહિલા ઓ સાથે તું તું મૈં મૈં ના વરવા દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે ગ્રાહકે મામલતદાર, કલેકટર, મુખ્યમન્ત્રી સહીત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે. બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતાં હોવાની ફરિયાદ કરી રહ્યા છે જયારે દુકાન સંચાલક એન આર શેખ ખુદ પોતે દુકાનના 480 જેટલાં ગ્રાહકોને ઘઉંનો જથ્થો સડેલો, જાળા બાઝી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તા વાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે. અને ખરાબ મીઠું કોઇ લેતું પણ નથી જેનો ઢગલો દુકાનની બહાર ખડકાયો છે.દુકાનદાર એવું જણાવે છે કે સડેલા ઘઉનો જથ્થો ગોડાઉનમાંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજર ચેક કર્યા વગર ઉપરથી મોકલે છે. અમે શું કરીએ જે છે તે છે લેવું હોય તો લો. જેવા ઉદ્ધત જવાબો પણ દુકાન સંચાલકે આપતાં ગ્રાહકો રોષે ભરાયા હતા. વધુમાં દુકાન દારને પૂછતાં જણાવે છે કે ગ્રાહકો ફરિયાદ કરે છે એવી રજુઆત અમે મામલતદાર ને પણ કરી છે. છતા કોઇ પરિણામ આવતું નથી. ઉપર થી જ આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ
ગોડાઉન મેનેજર રીપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે.પણ એવું થઇ રહયું નથી. જવાબદારો
સામે કડક કાર્યવાહીની માગણી કરી રહ્યાં છે.દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદદ્ધત વર્તન કરતા મામલો
ક્લેક્ટર અને મામલતદાર
ક્ચેરીએ પહોંચ્યો છે. ગ્રાહકોએ તો લેખિત ફરિયાદ માં દુકાનદારની દુકાનનું લાયસન્સ રદ કરવાની પણ માંગ કરી હતી.
આ અંગે કોઇ પણ મામલતદાર સહીત કોઇ પણ અધિકારી બોલવા તૈયાર નથી. ત્યારે ગ્રાહકોને અનાજ સારુ ચોખ્ખું અને આરોગ્ય ને નુકસાન ન કરે એવું અનાજ મળે એવી એવી રજુઆત ગ્રાહકો કરી રહ્યાં છે.
આ અંગેનો મહિલાઓ અને દુકાનદાર સાથે થયેલ તું તું મૈં મૈં અંગેનો હોબાળો મચાવેલ વિડિઓ સોસીયલ મીડિયામાં પણ વાયરલ થતા આ વિષય ચર્ચા નો વિષય બન્યો છે
જાગૃતિ બેન કહાર,ગ્રાહક જણાવે છે કે અમારે મહિનો ચલાવવા નો છે સાફ કરીને પણ આવું અનાજ ખાવુ પડે છે સારુ અનાજ આપવું જોઈએ ઘણી ફરિયાદ કરી છે પણ કોઇ ફેર પડ્યો નથી.
કૈલાશબેન માછી ગ્રાહક કહે છે કે આવું અનાજ તો ઢોર પણ ના ખાય ફરિયાદ કરવા છતા કઈ થતુંનથી
ગણપત માછી ગ્રાહક કહે છે કેકે ગોડાઉન મેનેજર, દુકાનદાર, મામલતદાર ને ફરિયાદ કરી છે દુકાનદાર કહે છે કે ઉપરથી આવો માલ આવે છે.મોહસીન શેખ ગ્રાહક
કહે છે કે મીઠું ખૂબ ખરાબ આપે છે દાળશાક માં નાખે તો કાળું પડી જાય કોઇ મીઠું લઈ જતું નથી બહાર ખરાબ મીઠાનો ઢગલો ખડકાયો છે.ત્યારે સવાલ એ થાય છે કે આવું ખરાબ અનાજ કેમ અપાયછે? જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે. જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારી, મામલતદાર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ, શું અધિકારી ઓ કડક પગલાં લેશે ખરા?
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

