નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જન આક્રોશ યાત્રા આવી ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય ,તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી,માજી ધારાસભ્ય પી ડી વસાવા સહિતના આગેવાનોએ રાજપીપળામાં આવી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ હરસિદ્ધ માતાના દર્શન કર્યા હતા.

ત્યારબાદ તેઓએ ભાજપ પર અનેક આરોપો કર્યા હતા. ખાસ કરીને ડ્રગ્સ પકડાયો છે તે મુદ્દે પણ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો ભાજપ પર કર્યા હતા
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

